Categories: Gujarat

વિધાનસભાસત્રનો પ્રારંભ

અમદાવાદ: સોમવાર વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આજે ગૃહના કામકાજના પહેલા દિવસે સૌ પ્રથમ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષપદની ચૂંટણી યોજાઇ હતી.

પ્રોટેન સ્પીકર પરબતભાઇ પટેલ દ્વારા ઔપચારિક રીતે સ્પીકરપદે રમણલાલ વોરાની બિનહરીફ વરણી સત્તાવાર રીતે જાહેર કરાઇ હતી. જયારે ડેપ્યુટી સ્પીકરપદ માટે હાથ ધરાયેલી ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણની બેઠકના ભાજપના ધારાસભ્ય શંભુજી ઠાકોરને બહુમતીથી ચૂંટાયેલા જાહેર કરાયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મલીન થયેલા પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ ગૃહમાં પસાર કરાયા બાદ ગૃહનું કામકાજ પહેલા દિવસે મુલતવી રખાયું હતું.  પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગૃહમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ ભાજપ, કોંગ્રેસ, અપક્ષ ધારાસભ્યો,  મંત્રીઓની શોકાંજલિ બાદ  બે મિનિટના મૌન બાદ  ગૃહનું કામકાજ મુલતવી રખાયું હતું.

ગૃહની બેઠકના પ્રારંભે કાર્યકારી અધ્યક્ષ તરીકે પરબત પટેલે સ્થાન ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ સર્વાનુમતે નિયુક્ત વિધાનસભાના નવા અધ્યક્ષ રમણલાલ વોરાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઉપ પ્રમુખ નીતિન પટેલ, કાર્યકારી અધ્યક્ષ, વિરોધ પક્ષના નેતા તેમને અધ્યક્ષસ્થાન સુધી દોરી ગયા હતા ત્યાં સુધી ગૃહના તમામ ધારાસભ્યો તેમના બેઠક સ્થાને ઊભા રહ્યા હતા. આવતી કાલે ગુજરાત રાજ્ય પક્ષાંતર બદલ સ્થાનિક સત્તા મંડળના સભ્યોને ગેરલાયક ઠરાવવા માટેની જોગવાઇ રજૂ કરતું વિધેયક ર૦૧૬, ગુજરાત વૈશ્વિક તબીબી શિક્ષણ, કોલેજ અથવા સંખ્યા પ્રવેશ નિર્ધારણ બાબતો સુધારા વિધેયક-૧૬, ગુજરાત કોર્ટ ફી સુધારી વિધેયક સહિત કુલ ૩ બિલ રજૂ થશે. ઉપરાંત કેન્દ્ર દ્વારા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી તેના સ્થાને એક માત્ર જીએસટી (ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ) લાગુ કરવાનો નિર્ણય કરીને સંસદે પસાર કરેલું વિધેયક મુખ્યપ્રધન વિજય રૂપાણી દ્વારા ગૃહના નિયમ ૧૦ર હેઠળ પ્રસ્તાવરૂપે ગૃહમાં મુકાશે.

ગુજરાતમાં દલિતો ઉપર થતા અત્યાચાર અંગે રાજ્ય સરકારની નિષ્ફળતા તેમજ શિક્ષણ, મોંઘવારી, અારોગ્ય સુવિધાઅો સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા તા. 23 અોગસ્ટ ને અાવતી કાલે ગાંધીનગર ખાતે અાક્રોશ રેલીનું અાયોજન  કરાયું છે.અા રેલીમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના કાર્યકર્તાઅો અને અાગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.

Navin Sharma

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

2 days ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

2 days ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

2 days ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

2 days ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

2 days ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

2 days ago