Video:5 સ્ટાર હોટલના મેનેજરને ‘દુઃશાસન’ બનવ્યું પડ્યું ભારે..

દિલ્હીની એક 5 સ્ટાર હોટલમાં મહિલા કર્મચારીની છેડતી કરવાની ઘટના સામે આવી છે. છેડતી કરનાર બીજું કોઈ નહીં પણ હોટલનો સિક્યુરિટી મેનેજર છે. આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે હોટેલ મેનેજમેન્ટે પીડિત મહિલાને જ નોકરીથી ટર્મિનૅટ કરી હતી.

33 વર્ષની મહિલા પીડિતા અનુસાર, તે છેલ્લા બે વર્ષથી દિલ્હીના એક જાણીતી 5 સ્ટાર હોટલના ગેસ્ટ રિલેશન સેક્શનમાં કામ કરે છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સિક્યોરિટી મેનેજર પવન દહિયા પીડાતાની છડતી કરી રહ્યો છે. તે મહિલાની સાડીનો પલ્લુ ખેંચી તેને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરતો દેખાય છે.

સીસીટીવી ફૂટેજમાં પવન સાથે એક અન્ય કર્મચારી પણ તે રૂમમાં દેખાય છે, જે બાદમાં રૂમ છોડીને બહાર જતો રહે છે. પીડિતાની ફરિયાદ પ્રમાણે, પવન દહિયા છેલ્લા ઘણા મહિનાથી તેની સાથે શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો. 29 જુલાઈએ જ્યારે પવનનું જન્મદિવસ હતો. ત્યારે પવન દહિયાએ પીડિત મહિલાને હોટલના એક રૂમમાં બોલાવી હતી અને તેની છેડતી કરી હતી.

પવને પીડિતાને તેની મનપ્રસંદ ગિફ્ટ આપાવાની વાત કરી હતી. આ વચ્ચે એક હોટેલકર્મી ત્યાં પહોંચ્યો અને મોકો મળતા પીડીતા ત્યાંથી બહાર નીકળી ગઇ. જેના પછી શિફ્ટ પૂરી કરી જ્યારે મહિલા ઘર જવા લાગી ત્યારે પવને તેને બે વાર કારમા બેસાડવાનુ પણ પ્રયાસ કર્યો હતો. પીડિત મહિલાએ છેડતી કાંડની ઘટનાની હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટને કરી હતી. પરંતુ સિક્યુરિટી મેનેજર સમે કોઈ પગલા લેવામાં આવ્યા નહીં. આ મામલે પીડિત મહિલાએ એફઆઇઆર નોંધાવી છે.

હકિકતમાં 17 ઓગસ્ટ એટલે કે ગુરુવારે અચાનક પીડિતાને હોટેલથી ટર્મિનેટેડ કરવામાં આવી હતી. સાથે તે હોટકર્મીને પણ બહાર કાઢવામાં આવ્યો, જેણે પીડિતાને ઘટનાની સીસીટીવી ફૂટેજ આપવામાં મદદ કરી હતી. પીડિતા દ્વારા ફરી એકવાર પોલીસથી ઇન્સાફની માગ કરવામાં આવી હતી.શુક્રવારે પોલીસે આરોપી પવન દહિયાની ધરપકડ કરી હતી.કેસની તપાસ ચાલુ છે.

You might also like