VIDEO: યુવરાજસિંગના લગ્નમાં અનુષ્કા-વિરાટનો ક્યુટ ડાન્સ

યુવરાજ-હેઝલના લગ્નમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ગુડ નાલ ઇશ્ક મિઠામાં ડાન્સ સ્ટેપ્સ કર્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેઓના બ્રેકઅપની અફવાઓને રદિયો આપતા યુવરાજસિંહના લગ્નમાં જોરદાર ડાન્સ કર્યો હતો અને લોકોને મોહી લીધા હતા. યુવરાજસિંગના લગ્ન ગોઆમા થયા જ્યાં બોલિવુડ અને ક્રિકેટની ઘણી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.

પહેલાના વીડિયોમાં અનુષ્કાએ હેઝલ સાથે સેન્યોરિટા પર ડાન્સ કર્યો હતો જ્યારે કે વિરાટે ગંગનમ સ્ટાઇલ પર ડાન્સ કર્યો હતો. હવે આ પ્રેમીપંખિડાનો નવો વીડોયો સામે આવ્યો છે જેમાં તેઓ મેચિંગ સ્ટેપ કરી રહ્યા છે.

You might also like