VIDEO: સુરેન્દ્રનગરમાં બે જૂથો વચ્ચે મારામારી, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગરમાં બે જૂથ વચ્ચે મારામારી થઇ હોવાનાં સમાચાર મળી રહ્યા છે. જેમાં લીંબડીમાં માત્ર નજીવી બાબતે જ બે જૂથો આમને-સામને આવી ગયા અને બન્ને જૂથનાં લોકો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. આ ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

બે જૂથ વચ્ચે મારામારીની આ સમગ્ર ઘટનાને મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ બીજી તરફ મળતી માહિતી મુજબ દારૂ અને જુગારની બાબતે મારામારી થઈ હોવાનું અનુમાન છે. જેથી હવે આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને તે ઘટના મુજબ કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરશે.

You might also like