Vedio: મેડમ તુસાદ મ્યૂઝિયમમાં મુકાશે મોદીનું મીણનું પૂતળું

નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ મેડમ તુસાદ મ્યૂઝિયમનો ભાગ બનશે. આ વર્ષે એપ્રિલ મહિનાથી લંડન, સિંગાપુર, હાંગકોંગ અને બેંકોંકના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં તેમને જોઇ શકાશે. દુનિયાભરમાં પોતાના મીણના પૂતળા માટે જાણિતા મ્યૂઝિયમ તુસાદ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે. તેમને 2015માં ટાઇમ મેગેજીને પર્સન ઓફ ધ ઇયર માટે શોર્ટ લિસ્ટ 10 લોકોની યાદીમાં રાખ્યા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મોદી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને ઓબામા બાદ ટ્વિટર પર બીજા સ્થાને લોકપ્રિય રાજકારણી છે. નિવેદન અનુસાર મ્યૂઝિયમના કલાકારોએ આ વર્ષની શરૂઆતમાં દિલ્હી જઇને તેમનું માપ લીધું હતું.

આ પૂતળામાં મોદી પોતાના ખાસ પ્રકારના કુર્તા અને ક્રીમ કલરના જેકેટમાં નમસ્તે કરતાં જોવા મળશે. મોદીએ કહ્યું હતું કે જે પ્રકારે તેમનું માપ લેવામાં આવ્યું છે, તેને જોતાં તે કલાકારોની ક્ષમતાના દિવાના થઇ ગયા છે.

You might also like