VIDEO: GSTને લઇ જો વેપારીઓને નુકસાન થશે તો સરકાર જરૂર કરશે ફેરફાર: પીએમ મોદી

ન્યૂ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ICSIનાં કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. મોદીએ GDP,GST સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ સંબોધન કરતાં જણાવ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ એવો સમય પણ જોયો છે કે જ્યારે વિકાસ દર 0.2 ટકા અને 1.5 ટકા સુધી આવી ગયો હતો. આપણે બુનિયાદી રીતે જોઇએ તો અર્થવ્યવસ્થા મજબૂત છે. કાળાધનને લઇ અમે સખત કાયદા બનાવ્યા. જેથી તમામ કંપનીઓ આ નિયમોનું પાલન કરે. સરકારે નોટબંધીનો પણ સાહસિક નિર્ણય લીધો. મોદીએ એમ પણ કહ્યું કે GSTને લઇ વેપારીઓએ ડરવાની જરૂર નથી. જો GSTથી વેપારીઓને મુશ્કેલી પડશે તો પણ તે મુશ્કેલીઓ પર સરકાર જરૂર નજર રાખશે.

મોદીએ જણાવ્યું કે ડોકલામ મુદ્દે પણ કેટલાક લોકોએ નિરાશા ફેલાવી. કેટલાક લોકોને નિરાશા ફેલાવવાની આદત છે. જે લોકો ઈમાનદાર છે તેનાં હિતની સુરક્ષા પણ કરાશે. હાલ દેશમાં મોટાપાયે વિદેશી રોકાણ આવી રહ્યું છે. ઈમાનદારોને પ્રિમિયમ મળશે. દેશની પરિસ્થિતિ બદલવા માટે સરકાર ઘણાં સારા નિર્ણયો પણ લઈ રહી છે. જેથી હાલમાં હવાઈ યાત્રા કરતા લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે. દેશમાં મોબાઈલ ઉપયોગ કરનારાઓમાં પણ 14% વધારો થયો છે.

એ જ રીતે જૂન પછી કારની ખરીદીમાં પણ 12% વધારો થયો છે. તેમજ શહેર અને ગ્રામીણ ક્ષેત્રની માંગમાં વધારો થયો છે. આ સિવાય ઘણા વર્ષોથી લટેકેલ જીએસટી બિલ લાગૂ કરાયું અને નોટબંધી કરવાની હિંમત પણ અમારી જ સરકારે દેખાડી. સરકાર ગરીબો માટે સસ્તા દરે ઘરની વ્યવસ્થા કરશે. રૂ.350 નો LED બલ્બ રૂ.45મા મળતા થયાં. અમે વર્તમાનની ચિંતામાં દેશનું ભવિષ્ય દાવ પર નહીં લગાવીએ. તેમજ 3 વર્ષ દરમિયાન દેશમાં 2100 કી.મી.માં રેલ્વે માળખું ફેલાયું.

વધુ જણાવીએ કે ICSIની શરૂઆત 4 ઓક્ટોબર,1968માં થઈ હતી, તેનાં પછી સંસદમાં પસાર થયેલા કાયદાને દરજ્જો મળ્યો. અને આવતી કાલથી સસ્થાની સુવર્ણજયંતિ વર્ષ શરૂ થાય છે. વડાપ્રધાન આ અવસરને લઇ ICSIની સુવર્ણજયંતિ પર પોસ્ટ ટિકીટ પણ જાહેર કરી છે.

You might also like