Video: આ જોયા બાદ તમે McDonald’s માં ખાવાનું છોડી દેશો!!!!

થાઇલેંડ સ્થિત McDonald’s ની એક રેસ્ટોરન્ટનો વીડિયો સામે આવ્યો છે જેને જોયા બાદ તમ્ને અહીંની સાફ-સફાઇનો અંદાજો લગાવી શકો છો. તેમાં એક મોટો ઉંદર yogurt ખાતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થયા બાદ McDonald’s એ તેના માટે માફી પણ માંગી છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર તે સમયે વાયરલ થયો છે જ્યારે તેમાં એક ઉંદર McDonald’s ના સ્ટોરમાં કંઇક ખાતો જોવા મળી રહ્યો છે. થોડીવાર વીડિયો જોઇતાં ખબર પડે છે કે ઉંદર ત્યાંના ખાવામાં ખૂસીને તેને ખાઇ રહ્યો છે.

પરંતુ ભૂલની જવાબદારી લેવાના બદલે McDonald’s ના આ સ્ટોરના માલિકનું કહેવું છે કે તેમાં તેની કોઇ ભૂલ નથી. તેમણે આ ભયંકર ભૂલ માટે પડોશના સ્ટ્રીટ ફૂડ સ્ટોલને જવાબદાર ગણાવ્યો છે.


સ્ટોરના સ્પોકપર્સને કહ્યું કે ‘અમે અમારા સીસીટીવી ફૂટેજ જોયા તો જોવા મળ્યું કે રેસ્ટોરન્ટમાં ખરેખર એક ઉંદર છે. અમે રેસ્ટોરન્ટના દરેક ખૂણાની સફાઇ કરી લીધી છે. દરેક ખાવાના વાસણને ફરીથી ધોવામાં આવ્યા છે. પ્રવક્તાએ આગળ જણાવ્યું હતું કે ‘જો કે અમારો સ્ટોર જ્યાં આવેલો છે તેની આસપાસ ઘણા લારીવાળા પણ છે. તેના લીધે તે એરિયામાં ઉંદર વધી ગયા છે.

You might also like