VIDEO: આ વખતે ભાજપને પાડી દો તો ખબર પડશેઃ હાર્દિક પટેલ

માંડલઃ આજે હાર્દિક પટેલે માંડલમાં ભાજપ તરફ આક્રમક સંબોધન કર્યું છે. હાર્દિક પટેલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. હાર્દિક પટેલે પ્રહાર કરતાં જણાવ્યું કે હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે દિલ્હીથી મંત્રીઓ અહીં ગુજરાતમાં આવી રહ્યાં છે. આજે ઘણા એવાં લોકો છે કે જેને આપણી લડાઈ નથી ગમતી. જો સરકારને આપણો ઉપયોગ કરવો હશે તો કરશે. પરંતુ હવે તો નોકરી માટે આજનાં યુવકોને લાંચ આપવી પડે છે.

આજકાલ જો બિનઅનામત વર્ગનાં યુવાઓને નોકરી મેળવવી હોય કે ખાનગી શાળાઓમાં એડમિશન લેવું હોય તો તેને માટે પણ રૂપિયા આપવા પડે છે. અને તમને બધાને પણ અનામતની જરૂર છે એટલા માટે જ તમે લોકો અહીં આવ્યા છો. સાથે ભાજપ પર પ્રહાર કરતાં હાર્દિકે એમ પણ જણાવ્યું કે આ વખતે ચૂંટણીમાં ભાજપને પાડી દો એટલે તેને ખબર પડી જશે. આ સિવાય પણ હાર્દિક પટેલે ઘણાં ખરા વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે.

You might also like