VIDEO: આતંકનો આકા હાફીઝ સઇદ 30 દિવસ માટે નજરકેદ

લાહોર: લશ્કર ચીફ હાફિઝ સઇદની મુશ્કેલીમાં હવે સતત વધારો થતો જઇ રહ્યો છે. લાહોર હાઇકોર્ટે હાફીઝની નજરબંદી 30 દિવસ માટે વધારી દીધી છે. કોર્ટે આ નિર્ણય પંજાબ સરકારની અપીલ બાદ લીધો છે. 24 ઓક્ટોબરે નજરબંધીની અવધિ પણ પૂરી થઇ રહી છે. પંજાબ સરકારે બે દિવસ પહેલા આતંકવાદ વિરોધી કાયદા હેઠળ નજરબંદીને વધારવા માટેનું પોતાનું નિવેદન પરત ખેંચી લીધું છે. જમાત ઉદ દાવા પ્રમુખ અને મુંબઇ હૂમલાનાં માસ્ટર માઇન્ડ સઇદ જાન્યુઆરીથી પોતાનાં ઘરમાં નજરબંધ છે.

કડક સુરક્ષા વચ્ચે હાફિઝ સઇદને ત્રણ સભ્યોની પ્રાંતીય ન્યાયિક સમીક્ષા બોર્ડની સામે રજૂ કરવામાં આવ્યો. પંજાબ ન્યાયીક સમીક્ષા બોર્ડનાં સભ્યોમાં ન્યાયમૂર્તિ યાવર અલી, ન્યાયમુર્તિ અબ્દુલ સામી અને ન્યાયમુર્તિ આલિયા નીલમનો સમાવેશ થાય છે. બોર્ડ સઇદ અને તેનાં ચાર સહયોગીઓ અબદુલ્લા ઉવૈદ, માલિક જફર ઇકબાલ, અબ્દુલ રહેમાન આબિદ અને કાઝી કાશીફ હુસૈનની નજરબંદી વધારવા માટે પંજાબ ગૃહવિભાગનાં એક કાયદાનાં અધિકારોની દલીલો સાંભળી રહ્યા હતા.

24 ઓક્ટોબરે નજરબંદીની અવધિ પણ પુર્ણ થઇ રહી છે. કાયદા હેઠળ સરકાર કોઇ વ્યક્તિને અલગ અલગ આરોપોને લઇ ત્રણ મહિના સુધી કસ્ટડીમાં રાખી શકે છે. સરકાર ન્યાયિક સમીક્ષા બોર્ડની મંજુરી બાદ જ કસ્ટડીમાં વધારો કરી શકે છે. લાહોર પોલીસને લાહોર હાઇકોર્ટની આસપાસ કડક સુરક્ષાનાં ઉપાયો કર્યા છે, જ્યાં સઇદને અન્ય બોર્ડની સામે રજૂ કરાયો.

You might also like