VIDEO: આ યુવતી પહેલાં કરે છે Friendship, ત્યારબાદ એકલતા દૂર કરવા માટે છોકરાને લઇ જાય છે અહીં

નોઇડા: રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઇડામાં હાલમાં એક યુવતી એકલા અને ઉદાસ છોકરાઓને પોતાની કારમાં બેસાડી એક એવી જગ્યાએ લઇ જાય છે જ્યાં તેમનું એકલતાપણું દુર થઇ જાય છે. તે પહેલાં છોકરાઓ સાથે મિત્રતા કરે છે પછી તેમને પોતાની કારમાં બેસાડીને લઇ જાય છે.

જી હાં નોઇડામાં હાલમાં એક છોકરી રેસ્ટોરન્ટ જેવી જગ્યાઓ પર એકલા બેસેલા છોકરાઓને પહેલા મળે છે અને પછી તેમની સાથે મિત્રતા કરે છે. ત્યારબાદ આ છોકરી તેમને પોતાની કારમાં બેસાડીને એવી જગ્યાએ લઇ જાય છે જેના વિશે તેમણે વિચાર્યું પણ નહી હોય.

મિત્રતા બાદ યુવતી યુવકને પર્સનલ લાઇફ વિશે કેટલાક પ્રશ્નો પૂછે છે. પછી યુવતી પૂછે કે તમને કોઇનું એકલાપણું દૂર કરવામાં કેવું લાગે છે? યુવક કહે છે-‘આ મારા માટે ખુશી વાત છે કે હું કોઇની એકલતા દુર કરી શકું.’ ત્યારબાદ યુવતી યુવકને કારમાં બેસાડીને લઇ જાય છે.

જો કે યુવતી છોકરાઓને નોઇડાના ઓલ્ડ એજ હોમમાં લઇ જાય છે. ઓલ્ડ હોમમાં પણ ઘણા ઘરડાં એકલતા અનુભવી રહ્યાં છે. એવામાં યુવતી એકલા રહેતાં યુવાનોને ત્યાં લઇ જાય છે, જેથી તે ઘરડાંઓનું એકલતાપણું દૂર કરી શકે. યુવતીનું આ પગલું સરાહનીય છે અને આપણા બદલાતા સમાજના વાતાવરણ માટે જરૂરી પણ છે. તેનો આ વિડીયો યૂ ટ્યૂબ પર વાયરલ થઇ ચૂક્યો છે.

You might also like