JNUમાં દેશવિરોધી નારેબાજીનાં તમામ વીડિયો પ્રમાણીત : CBI લેબ

નવી દિલ્હી : જેએનયુ કેમ્પસમાં આ વર્ષે 9 ફેબ્રુઆરીએ એક કાર્યક્રમ દરમિયાન દેશ વિરોધી નારાઓ લગાવવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કેટલીક ધરપકડ કરી હતી અને વીડિયો તપાસ અર્થે મોકલી આફ્યો હતો. પોલીસે આજે તે અંગે જણાવ્યું કે ફોરેન્સીક તપાસ અનુસાર વીડિયો સાચો છે. સીબીઆઇની ફોરેન્સીક લેબમાં વીડિયો તમામ પરિક્ષણોમાં ખરો ઉદર્યો છે. જેનાં કારણે પોલીસ હવે વધારે ધરપકડો કરે તેવી શક્યતાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વીડિયો વાઇરલ થયા બાદ આખા દેશમાં હોબાળો મચ્યો હતો. ત્યાર બાદ દિલ્હી પોલીસે વીડિયોનાં આધારે જેએનયુ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કનૈયા કુમાર અને બે અન્યની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસનાં અનુસાર એક હિંદી સમાચાર ચેનલમાંથઈ આ વીડિયો ફુટેજ લીધા બાદ તપાસ માટે દિલ્હી સીબીઆઇ ફોરેન્સીક લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો. સુત્રો અનુસાર સીબીઆઇએ દિલ્હી પોલીસનાં સ્પેશ્યલ સેલને 8 જુને રિપોર્ટ સોંપ્યો જેમાં વીડિયો સાચો હોવાનું સાબિત થયું હતું.

ઉલ્લેખનીય છે કે જેએનયુમાં દેશવિરોધી નારાઓ સાથે જોડાયેલા અન્ય કેટલાક વીડિયો દિલ્હી પોલીસે ગાંધીનગરની સેન્ટ્રલ ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યું હતું. જે રિપોર્ટ પણ વીડિયો ખરો હોવાનાં આવ્યા હતા. તે ઉપરાંત દિલ્હી પોલીસે આ મુદ્દે અન્ય 7 વીડિયો ફુટેજ હૈદરાબાદની ટ્રુથ લેબ્સમાં તપાસ માટે મોકલ્યા હતા. તેમાં તપાસ બાદ બે વીડિયોમાં છેડછાડ જ્યારે અન્ય 5 વીડિયો ફુટેજ સાચા હોવાનું સામે આવ્યું હતું.

You might also like