Categories: Gujarat

VIDEO: હાર્દિક પર કરેલ આક્ષેપોની નલિન કોટડીયાએ આપી સ્પષ્ટતા, ઓડીયો ક્લિપ વાઇરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ પણ પાટીદારોને આકર્ષવા માટે પ્રયાસો કરી રહી છે. તેવામાં કોંગ્રેસ પાટીદારોને 60 ટિકિટ ફાળવશે તેવા આક્ષેપવાળી ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. ધારીનાં ધારાસભ્ય નલિન કોટડીયાને એક વ્યક્તિએ ફોન કર્યો હતો. જેમાં તેને હાર્દિક પટેલ પર આક્ષેપ કરવા મામલે નલિન કોટડિયાને સ્પષ્ટતા કરવા કહે છે. જેમાં કોટડિયા જણાવે છે કે કોંગ્રેસમાં જઈને પૂછો કે પાટીદારોને કેટલી ટિકિટ આપવાનાં છે અને ચાર-પાંચ દિવસ રહી જાઓ તો તમને ખ્યાલ આવી જશે. જો કે બાદમાં ફોન કરનાર કલ્પેશ ઠુમ્મર નલિન કોટડીયા પર ગેરમાર્ગે દોરવાના અને ભાજપને મત ન આપવા જણાવ્યાનો આક્ષેપ કરે છે.

કોટડિયાની કથિત વાતચીત
નલિન કોટડીયાઃ હા બોલોને
કલ્પેશભાઈ બોલું છું.
નલિન કોટડીયાઃ ક્યાંથી ?
કલ્પેશ ઠુમ્મરઃ ગોંડલથી
નલિન કોટડીયાઃ બોલોને
કલ્પેશ ઠુમ્મરઃ ન્યૂઝમાં કંઈક આવતું હતું, તમે બોલ્યા કે હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરે છે એ બાબતે હું કઈક કહેવા માગું છું.
નલિન કોટડીયાઃ એ બાબત એવી હતી કે કોંગ્રેસને ટેકો આપવાનો અને કોંગ્રેસમાં જ રહેવાનું એવું શું કામ. આંદોલન કરવાનું હોય તો આપણી રીતે કરવાનું.

00.35થી 1.23 (88 સેકન્ડ)

કલ્પેશ ઠુમ્મરઃ કઈ જગ્યાએ હાર્દિકે એમ કહ્યું કે કોંગ્રેસને વોટ આપજો
નલિન કોટડીયાઃ કોંગ્રેસ પાસે 60 ટિકિટ માગી છે પૂછી જુઓ કોંગ્રેસમાં
કલ્પેશ ઠુમ્મરઃ પટેલનાં દિકરાને 60 જણાને કોંગ્રેસ ટિકિટ આપશે?
નલિન કોટડીયાઃ હાર્દિકે કોંગ્રેસમાં ટિકિટ માગી એટલે વાત છે.
કલ્પેશ ઠુમ્મરઃ 60 જણાની?
નલિન કોટડીયાઃ હા, હાર્દિકે જ યાદી આપી છે અને કોંગ્રેસે નિવેદન કર્યું છે.
કલ્પેશ ઠુમ્મરઃ હું તમને શું કહું છું?, હાર્દિક પટેલ ચાલો માની લો સમાજને ગેરમાર્ગે દોરે, યુવાનોને ગેરમાર્ગે દોરે બરાબર.
નલિન કોટડીયાઃ નહીં ગેરમાર્ગે નહીં, આ કોંગ્રેસમાં નહીં, એ જ મુદ્દો બાકી તો સાચો જ છે, 100 ટકા સાચો છે. આંદોલન જે કરે છે, માગણી જે કરે છે તે બધી વાત સાચી, આગેવાન છે, નેતા છે તે બધી વાત સાચી. કોંગ્રેસમાં શું કામ? એ ક્યાં દેવાની છે.

01.26થી 1.57 (31 સેકન્ડ)

કલ્પેશ ઠુમ્મરઃ એમ નથી કહેતો, 60 જણાને કોંગ્રેસ ટિકિટ આપે ને તો બીજી કાસ્ટ કોંગ્રેસમાં વોટ જ ના નાખે. ભાજપ 60 જણાને નથી આપતી તો કોંગ્રેસ ક્યાંથી આપે?
નલિન કોટડીયાઃ એ હાર્દિકને ખબર.
કલ્પેશ ઠુમ્મરઃ એ સાબિત કરી દો, પછી વાત કરો ઝાલાવાડ સમાજના છોકરાને આવું ન કહેવાય હો.
નલિન કોટડીયાઃ શું સાબિત કરી દઉં?
કલ્પેશ ઠુમ્મરઃ તમે સાબિત કરી દો કે આ 60 ટિકિટ કોંગ્રેસ પાસે PAASએ માગી છે
નલિન કોટડીયાઃ ન્યૂઝમાં આવ્યું છે, સાબિત શું ન્યૂઝમાં આવ્યું છે.
કલ્પેશ ઠુમ્મરઃ કઈ જગ્યાએ આવ્યું છે. તમે મને પોસ્ટર મોકલો તો કઈ જગ્યાએ ન્યૂ{માં આવ્યું
નલિન કોટડીયાઃ હું એવા પોસ્ટર નથી મોકલતો કોંગ્રેસમાં પૂછી જો.
કોંગ્રેસને નથી પૂછવું.

2.04થી 2.36 (32 સેકન્ડ)

નલિન કોટડીયાઃ ચાર પાંચ દિવસ પછી જો જો કે કેટલાને ટિકિટ આપે છે ને કેટલાએ માગી હતી ?
કલ્પેશ ઠુમ્મરઃ ના મળે, 60 ટિકિટ કોંગ્રેસ પાટીદારોને આપે તો પહેલા તમે જ વિરોધ કરો. તમારે ભાજપમાં ~યાં જવાની જરૂર હતી, 60 ટિકિટ મળતી હોત તો PAAS તમને ટિકિટ આપત. તમને ટિકિટ મળવાની જ હતી તો તમે શા માટે ભાજપમાં ગયા.
નલિન કોટડીયાઃ હું કોંગ્રેસમાં જાઉ જ નહીં તમને પહેલા કહી દઉં. હું કોંગ્રેસ વિરોધી માણસ છું.
કલ્પેશ ઠુમ્મરઃ કોંગ્રેસ વિરોધી માણસ છો તો અત્યાર સુધી તમે આંદોલન કર્યું અને અમને ગેરમાર્ગે દોર્યા કે ભાજપને વોટ ન દેતા.

Dhruv Brahmbhatt

Recent Posts

કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો…

1 hour ago

અમદાવાદમાં તસ્કરોનો તરખાટ… નરોડામાં એક જ રાતમાં ચાર ફ્લેટનાં તાળાં તૂટ્યાં

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનો સિલ‌િસલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. પોલીસના ખોફ વગર તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ…

1 hour ago

સ્કૂલ વાન અને રિક્ષા સામે ડ્રાઈવ છતાં સ્થિતિ હજુ ઠેરની ઠેર

અમદાવાદ: શહેરમાં સ્કૂલવર્ધી વાન અને સ્કૂલ બસમાં નિયમ કરતાં વધુ બાળકો બેસાડવાના મુદ્દે હાઇકોર્ટમાં થોડા દિવસ પહેલાં જાહેર હિતની અરજી…

2 hours ago

ત્રણ મહિનાથી જૂના પે‌ન્ડિંગ કેસની તપાસ પૂર્ણ કરવા પોલીસને આદેશ

અમદાવાદ: રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની તપાસ પૂર્ણ કરી તપાસના પુરાવા સહિતના કેસના કાગળો અને સાક્ષી કોર્ટમાં રજૂ કરવાના હોય…

2 hours ago

છ વર્ષમાં બે લાખ રખડતાં કૂતરાંનું ખસીકરણ છતાં વસતી ઘટતી નથી

અમદાવાદ: શહેરમાં રખડતાં કૂતરાંના ત્રાસમાં અનહદ વધારો થયો છે. રખડતાં કૂતરાંના ઉપદ્રવથી શહેરનો ભાગ્યે જ કોઇ વિસ્તાર વંચિત રહ્યો છે,…

2 hours ago

સિક્કિમને પ્રથમ એરપોર્ટ મળ્યુંઃ PM નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગંગટોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ (પાકયોંગ એરપોર્ટ)નું ઉદ્ઘાટન કર્યું હતું. સિક્કિમના પ્રથમ એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે વડા…

2 hours ago