VIDEO: OMG! અહીં વરમાળાને બદલે સાપની માળા પહેરાવીને થાય છે લગ્ન

આજે દરેક વ્યક્તિ પોતાનાં લગ્નને યાદગાર બનાવવા માટે કંઇ ને કંઇ પ્રકારે અવનવા નુસખાઓ અપનાવતા હોય છે. જેથી તેઓની લગ્નની યાદો હંમેશને માટે યાદગાર બની રહે.

આમ પણ સામાન્ય રીતે લોકો બે ચીજવસ્તુઓને ખાસ યાદ રાખે છે. પહેલી જો તમારા લગ્ન સારી રીતે થયા હોય તે. ને બીજું જો તમારા લગ્ન ખરાબ રીતે થયા હોય તે.

આ બંને બાબતોને લોકો સૌથી વધારે યાદ કરતા હોય છે અને આને લઇને ક્યારેક કેટલીક અવનવી વાતો પણ સામે આવતી હોય છે. પરંતુ આજે અમે જે લગ્નનાં રિવાજ વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ તે અત્યાર સુધી થયેલા દરેક લગ્નથી કંઇક અલગ જ ઇમેજ ઊભી કરે છે કે જે સૌને માટે યાદગાર બની રહે છે.

આપણે સૌ કોઇ જાણીએ છીએ કે લગ્ન કરતી વખતે વરમાળામાં આપણે ત્યાં ફુલોની માળા પહેરાવવામાં આવે છે જ્યારે અહીં તો લગ્ન કરતી વખતે ફૂલોની હારમાળાની જગ્યાએ સાપની માળા પહેરાવવામાં આવે છે. આને જોઇને તો સૌ કોઇનાં મોમાંથી ચીસ નીકળી જાય.

હકીકતમાં અમે આજે તમને જે વીડિયો દેખાડવા જઇ રહ્યાં છીએ તેમાં વર-કન્યા ફૂલોની હારમાળા નહીં પરંતુ સાપોની માળા પહેરાવવામાં આવે છે. વર-કન્યાએ સફેદ કપડાં પહેરીને રાખ્યા છે. કન્યાએ હાથમાં સાપ અને વરરાજાએ ભારે ભરખમ એવો અજગર હાથમાં પકડીને રાખ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વધારે પ્રચલિત થયો છે. આ વીડિયોને યૂ-ટ્યૂબ પર પણ શેર કરવામાં આવેલ છે. એવું કહેવાઇ રહ્યું છે કે આ વીડિયો મુંબઇનો છે.

વીડિયોમાં પહેલા એક પંડિત દેખાય છે કે જે મંત્રોચ્ચારણ કરતા નજરે ચડી રહ્યાં છે. અને વર-કન્યાની વરમાળા પહેરાવવાની આ વિધીમાં ફૂલોની હારમાળાની જગ્યાએ સાપ પકડતા તેઓ નજરે ચડી રહ્યાં છે.

You might also like