VIDEO: AMC તરફથી મોંઘવારીની ભેટ, એમ્યુઝમેન્ટ પાર્કમાં GST લાગુ

અમદાવાદઃ દિવાળીનાં તહેવારમાં અમદાવાદ શહેરનાં બાળકોને AMC તરફથી મોંઘવારીની ભેટ આપવામાં આવી છે. વસ્ત્રાપુર, પ્રહલાદનગર તેમજ નિકોલ ગાર્ડનમાં GST લાગુ કરવામાં આવ્યું છે. ત્રણ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડની ટિકિટમાં વધારો કરાશે. વસ્ત્રાપુરમાં રૂપિયા 10ની ટિકીટ રૂપિયા 13ની અને રૂપિયા 20ની ટિકિટ રૂપિયા 26ની થશે.

એ જ રીતે પ્રહલાદનગર ગાર્ડનમાં પણ એ જ ટિકિટ દર લાગુ પાડવામાં આવશે. તેમજ નિકોલ ગાર્ડનમાં રૂપિયા 8નાં રૂપિયા 11 અને રૂપિયા 10નાં રૂપિયા 13 થશે. આ નિર્ણય AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે. જેનો આગામી સપ્તાહથી અમલ કરવામાં આવશે.

You might also like