Categories: Dharm

વિજય હંમેશાં સત્યનો જ થાય છે

સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. કીર્તિમાન વ્યક્તિને જો અપયશ મળે તો કરોડો મૃત્યુ સમાન વેદના થાય છે. રામજી સુમંત્રને અયોદ્યા પાછા ફરવા સમજાવી રહ્યા છે. ત્યારે સુમંત્ર જવાબ અાપે છે કે, મહારાજા દશરથની અાજ્ઞા હતી કે તેમને ત્રણેને વનમાં ફેરવીને અયોધ્યા પાછા લઈ અાવવા તો હવે તમે પાછા ફરો. તમે વનમાં ગયા હતા તેમ તો કહેવાય જ ને? ત્યારે રામ કહે છે કે, અાવું વચન પાલન તે સાચા અર્થમાં વચન પાલન નથી. સત્ય એ પૂરેપૂરા સ્પષ્ટ અર્થમાં સત્ય હોવું જોઈએ અને અાવું સત્ય તો જ ધર્મ છે. પિતાની અાજ્ઞા ૧૪ વર્ષના વનવાસની હતી. તેથી વનના રહીને ૧૪ વર્ષ પૂરાં કરવાં, તે જ સત્ય છે. જે કહેવાનો ઈરાદો કે તાત્પર્ય હોય તે સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત થતું હોય તે સંપૂર્ણ સત્ય છે. જે વચનોથી સ્પષ્ટ ઈરાદો સમજાતો ન હોય તે વચનો સત્ય નથી.

મહાભારતના યુદ્ધ વખતે યુધિષ્ઠિરે કહેલું તે સત્ય કહેવાય જ નહીં કારણે કે પોતાનો પુત્ર નહીં પણ અશ્વત્થામા નામનો હાથી મરાયો છે તેવું સ્પષ્ટપણે દ્રોણાચાર્ય સમજી શક્યા નહોતા સત્યને માટે, વચન પાલન માટે ઘણા મહાપુરુષોએ અનેકાનેક કષ્ટો સહન કર્યાં છે. અને સત્યની મહત્તા પ્રસ્થાપિત કરી છે સત્યને મહાન ધર્મ ગણાવ્યો છે. તેથી ૧૪ વર્ષ વનમાં વસવાટ કરી રામ ધર્મપાલન કરવા માગે છે સત્યનો માર્ગ કદાચ સુખદાયક હશે પણ અપકીર્તિ કરનારો જ છે.
સુમંત્રજી કહે છે કે, વનમાં થોડું ઘણું ફેરવી રામનો અયોધ્યા પાછી લાવવાની દશરથે તેમને અાજ્ઞા કરી હતી. પણ પિતાની અાવી અાજ્ઞા રામને સ્વીકાર્ય નથી. કદાચ રામ પોતે ભલે વચન ભંગ થાય તે નો તેમને વાંધો નથી પણ અા પ્રમાણે થતાં રાજા દશરથની તથા પોતાની અપ કીર્તિ થાય તે રામને જરા પણ પસંદ નથી. એક સમયની યશસ્વી વ્યક્તિને અપકીર્તિ મળે તો તે મરણ કરતાં પણ વધારે ખરાબ છે. સમાજમાં એક વર્ગ એવો છે કે જે પ્રતિષ્ઠાને ખૂબ જ મહત્ત્વ અાપે છે. તેઓ કોઈ પણ ભોગે પ્રતિષ્ઠા સાચવે છે. પોતાની પ્રતિષ્ઠા જવાનો ભય લાગે ત્યારે મૃત્યુને પણ વહાલું કરી લે છે. માટે જ ભારવિ નામના મહાકવિએ કિરાતાર્જુનિયમ નામના મહાકાવ્યમાં લખ્યું છે કે,
સંભાવિતસ્ય અકીર્તિઃ
મરણાત અતિરિરય તે!

ભગવત ગીતાના બીજા અધ્યાયના ૩૪મા શ્લોકમાં પણ અાપણને અાવા જ શબ્દો મળે છે. અાબરૂ વગરના કલંકિત જીવન કરતાં મૃત્યુને મહત્વ અાપનારો વર્ગ વર્તમાન સમયમાં પણ મળે છે. નગ્ન સત્ય હંમેશાં કડવું હોય છે પરંતુ તેનું પ્રખર તેજ અસત્યની કસોટીમાંથી હંમેશાં શ્રેષ્ઠતમ સાબિત થાય છે. અામ સત્યનો પરમ વિજય થાય છે. ભગવાન વિષ્ણુએ તેમના શ્રીકૃષ્ણ અવતારમાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે, જે કોઈ મનુષ્ય મારી શરણમાં અાવે છે તે ગમે તેવો પાપી હોય તો છતાં પણ હું તેની પડખે રહી તેને મોક્ષ માર્ગને અધિકારી બનાવું છું. પણ તે મનુષ્ય શુદ્ધ બુદ્ધિથી મારી શરણમાં અાવ્યો હોવો જોઈએ.

ઘણા લોકો અસત્ય ઉપર જાજરવંતાં મલમલના વાઘા પહેરાવે છે. તેથી સત્ય થોડીવાર માટે ઢંકાઈ જાય છે, પરિણામે અસત્ય વિજયી મુદ્રામાં અાવી જઈ પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે, ત્યાં જ સત્ય પોતાને પહેરાયેલા તમામ વાઘા ઉતારી નાખે છે. તેથી તે કુરૂપ હોવા છતાં વિજયી નીવડે છે. ઘણી વખત અસત્ય સત્યના અંચળામાં એવી રીતે છુપાઈને બેઠું હોય છે કે જોનારને તો એમ જ લાગે છે કે હવેથી સત્ય કદી વિજયી નહીં થઈ શકે, તેનું બાળ મરણ થઈ જશે. અસત્યનો સર્વત્ર જયજયકાર થઈ જશે. પણ અાવું કોઈ હોતું નથી. જેમ રાત પછી દિવસનો પ્રાર્દુભાવ થાય છે તેમ અસત્યનાં અંચળામાં છુપાયેલું સત્ય બહાર નીકળતાં જ તેના ઝગમગ ઝગમગ તેજ સાથે વિજયી થઈ જાય છે. જો તમે અસત્યના પંથે ચાલતાં હશો તો તમારું પતન નિશ્ચિત છે અને જો તમે સત્યના માર્ગે જશો તો પળેપળે તમારી ઉન્નતિ, ઉન્નતિ અને ઉન્નતિ નિશ્ચિત છે.
– શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

admin

Recent Posts

શહેરમાં ચેઇન સ્નેચરોનો તરખાટઃ મહિલાઓનાં ગળાની ચેઇન આંચકી ગઠીયા રફુચક્કર

અમદાવાદઃ શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વેજલપુર અને શાહીબાગ વિસ્તારમાં ચેઇન સ્નેચરોએ મહિલાનાં ગળામાંથી સોનાની…

9 mins ago

ભિલોડામાં વેપારી પર ફાયરીંગ કરીને ચલાવાઇ લૂંટ, સારવાર દરમ્યાન મોત

અરવલ્લીઃ નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં લૂંટ ‌વિથ મર્ડરની બીજી ઘટના સામે આવી છે. જેનાં પગલે પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયો…

50 mins ago

ચીટર દંપતીનો એજન્ટ દાનસિંહ વાળા પણ પત્ની સાથે ફરાર

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

1 hour ago

કશ્મીર-બદરીનાથમાં ભારે હિમવર્ષા સાથે કાતિલ ઠંડી, રસ્તાઓ બંધ થતાં એલર્ટ જારી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરનાં ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પણ ભારે હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાથી સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું…

1 hour ago

સુપ્રીમ કોર્ટમાં ચકચાર રાફેલ ડીલ કેસની સુનાવણી શરૂ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલ કેસમાં દાખલ થયેલ ચાર જનહિતની અરજી પર આજથી સુનાવણી શરૂ થઇ ગઇ છે. સુપ્રીમ…

2 hours ago

ભારતમાં નવી આર્થિક ક્રાન્તિ સાથે પોસ્ટઓફિસ પણ બની બેંકઃ PM મોદી

સિંગાપોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનાં પ્રવાસે સિંગાપોર પહોંચી ગયાં છે. આ દરમિયાન તેઓ પૂર્વ એશિયા સંમેલન, આસિયાન-ભારત અનૌપચારિક…

2 hours ago