SEX લાઇફને વધુ ઉત્તેજિત બનાવવા અપનાવો વિક્ટોરિયન સ્ટાઇલ

લાઇફમાં ઘણાં બધાં લોકો એવાં વહેમમાં રહેતા હશે કે તેઓની અત્યારની સેક્સ લાઇફ ઘણી રોમેન્ટિક અને ઉત્સુક્તાથી ભરેલી છે તેવી પહેલાનાં સમયમાં ન હોતી. પહેલાં અનેક નીતિ નિયમો હતાં. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે તમે જે વિચારી રહ્યાં છો તે તદન અલગ છે. પૌરાણિક ભારતનાં વાત્સાયન કામસૂત્રથી લઈને ખજૂરાહોનાં મંદિરો સુધી અને સૌથી છેલ્લે એવાં યુરોપનાં વિક્ટોરિયન કાળ સુધીનાં સમય દરમ્યાન સેક્સ લાઇફની તો એક અલગ જ રંગીન દુનિયા હતી.

ત્યારે સેક્સને લઇ વિક્ટોરિયન કાળનાં રિસર્ચર અને પ્રોફેસર ડૉ. કાર્લ ડેગલરે કરેલી એક અભ્યાસ મુજબ એવો ખુલાસો કર્યો છે કે તે સમયે પણ સેક્સને લઈને અનેક સ્ટીયરિયોટાઇપ જેવી વાતો હતી. જો કે તે સિવાય પણ ઘણી બધી એવી બાબતો હતી કે જેને તમે સેક્સ લાઇફ સાથે જોડી દેતાં તમે સેક્સને વધુ કામુક બનાવવા તેને ઉપયોગમાં લઈ શકો છો.

વિક્ટોરિયન કાળ પરનાં અભ્યાસમાં એવો ખુલાસો કરાયો કે જેમાં કહેવાય છે કે પહેલાં ઘણી બધી એવી મહિલાઓ હતી કે જેમને ઓર્ગેઝમ ન હોતો અનુભવાતો. જેથી તે મહિલાઓ હંમેશાં ઉદાસ રહેતી હતી. તેઓ તેમનાં પુરુષ સાથે માત્ર પોતાની જરૂરિયાતનું જ વિચાર કરતાં. સાથે સાથે ઘણી બધી મહિલાઓ એવી પણ હતી કે જે માસ્ટરબેશન દ્વારા પોતાને સંતોષ આપતી હતી.

તમને એ દરમ્યાનનાં સેક્સની વાતો સાંભળીને નવાઇ લાગશે કે તે જમાનામાં પણ લોકો પીરિયડ સેક્સ અજમાવતા હતાં. તે સમયે કરાયેલા અભ્યાસમાં એક મહિલાએ તો એમ કહ્યું હતું કે,‘પોતે મહિનાનાં દિવસોમાં પણ સેક્સ કરવા માંગે છે. એટલું જ નહીં પરંતુ તે સમયે તો પીરિયડ સેક્સને કૂલ વસ્તુ ગણવામાં આવતી હતી.

અહીં એમ કહીએ કે ફક્ત બાળકો પેદા કરવા માટે જ તેઓ સેક્સ કરતાં હતાં તો તે તદ્દન ખોટું છે. તે જમાનામાં પણ ગર્ભપાતનાં અનેક જુદા-જુદા રસ્તા અપનાવાતા હતાં. પરંતુ તે સમયનાં આ અભ્યાસમાં ખુલાસો એવો થયો છે કે પ્રેગ્નેન્સીનાં સંકેત મળતા જ મહિલાઓ ડરી જતી હતી કે ક્યાંક પોતાનો પાર્ટનર તેનામાં રસ દાખવવાનું છોડી ના દે.’

You might also like