Categories: Art Literature

ચોટ ખાધા વગર સચોટ લખવાનું લગભગ અશક્ય છે!

લગભગ દરેક નવોદિત લેખક એમ માનતો હોય છે કે દુનિયામાં મારા જેવો સમર્થ લેખક બીજો કોઈ નથી. જ્યારે તેની કોઈ કૃતિ કોઈ મૅગેઝિનનો એડિટર પબ્લિશ નથી કરતો ત્યારે તે વિચારે છે કે મારી રચના સર્વોત્તમ હોવા છતાં હું નવોદિત છું એ કારણે જ મને ભારે અન્યાય થઈ રહ્યો છે.

આવું માત્ર સાહિત્યની દુનિયામાં જ નથી બનતું, લગભગ દરેક ક્ષેત્રમાં બને છે. નવોદિત ઍક્ટર પોતાને અમિતાભ બચ્ચન કરતાંય મહાન સમજે છે. નવોદિત સિંગર પોતાને સોનુ નિગમથી સવાયો સમજતો હોય છે. નવોદિત ચિત્રકાર પોતાને પિકાસોની પંગતમાં સૌથી આગળ બેસાડી દેતો હોય છે. આવા નવોદિતો નાનકડી નિષ્ફળતા સામેય ઉગ્ર થઈ ઊઠતા હોય છે. તેમની એક કૉમન આર્ગ્યુમેન્ટ એવી હોય છે કે બીજા જાણીતા લોકોનું ફાલતુ સર્જન શ્રેષ્ઠ ગણાય છે અને મારું શ્રેષ્ઠ સર્જન પણ ફાલતુમાં ખપે છે.

તમામ નવોદિતો કાંઈ નબળા નથી હોતા, કિન્તુ તેઓ રાહ જોવા તૈયાર નથી હોતા. નવોદિતનું સર્જન કદાચ નબળું ન હોય છતાં તેની સૌથી મોટી નબળાઈ ધીરજનો અભાવ હોય છે. એમાંય જો બે-ચાર પરિચિતોએ તેની થોડી પ્રશંસા કરી હશે તો-તો એ નવોદિત મહાશય સીધા સાતમા આસમાને જ ઊડવા માંડ્યા હશે. જેનામાં રાહ જોવાની કે ધીરજ ધરવાની વૃત્તિ નથી હોતી તેની દશા બહુ ભૂંડી થઈ જતી હોય છે. આપણે ગમે તેટલા સારા અને સાચા હોઈએ, તોપણ યોગ્ય પ્રતીક્ષા કરવાની તૈયારી તો રાખવી જ પડે.

કેટલાક ઉતાવળિયા નવોદિતો તો સહેજ અસફળતા મળે એટલે બળાપો કાઢતા-કાઢતા હથિયાર હેઠાં મૂકીને પલાયન થઈ જાય છે. આવા મારા એક મિત્ર મને ઘણી વખત કહે છે કે, “મારે કવિ થવું હતું, પણ તક ન મળી એટલે હું છેવટે બિઝનેસમૅન થઈ ગયો. જોકે મેં કવિતાઓ નહીં લખીને સાહિત્યની બહુ મોટી સેવા કરી છે !”

થોડા વખત પહેલાં એક બહેનનો ફોન આવ્યો. તેમણે કહ્યું, “મેં પ્રેમ વિશે ખૂબ ઊંચી કક્ષાના લેખો લખ્યા છે. મારે એનું પુસ્તક પ્રગટ કરવું છે. એ માટે તમને મળવું છે.” મેં તેમને કહ્યું, “તમારા લેખોની ઝેરોક્સ ફાઇલ જોવા મોકલી આપો, તમારે રૂબરૂ ધક્કો ખાવાની જરૂર નથી.” એ બહેન બોલ્યાં. “ના, મારે તમને રૂબરૂ મળીને મારી વાત સમજાવવી છે.”
એ લેખિકા તારીખ-સમય નક્કી કરીને રૂબરૂ આવી જ ગયાં. સાથે તેમના પતિને પણ લાવ્યાં હતાં. આવીને તરત તે બોલવા મંડ્યાં, “મારા લેખો કેવા જોરદાર છે એ જુઓ ! પ્રેમ વિશે હજારો-લાખો લેખકો લખે છે, પણ તેમને કાંઈ અનુભવ નથી હોતો. મેં તો મારા ખુદના અનુભવો લખ્યા છે. મારું આ પુસ્તક પાઠ્યપુસ્તક બને એ માટે હું શિક્ષણમંત્રીનેય મળવાની છું. શાળા-કૉલેજમાં પ્રેમ એક ખાસ વિષય હોવો જોઈએ. મારા આ પુસ્તક માટે ફલાણા લેખક પ્રસ્તાવના અને આશીર્વચન લખશે…” વગેરે…

ઉત્સાહ બહુ સારી ચીજ છે, પણ ઉત્સાહના ઊભરા ખતરનાક હોય છે. તે બહેન ફુલ ફૉર્મમાં આવી ગયાં હતાં. મારાથી ધીમા સાદે તે બહેનના પતિને પુછાઈ ગયું, “આ મૅડમ તમને ઘરમાં કશું બોલવાની તક આપે છે ખરાં ?” પતિ મર્માળુ હસ્યા. ઊભાં થતાં-થતાં એ બહેન વળી પાછાં વરસ્યાં, “મારે આ પુસ્તકને હિન્દી ને અંગ્રેજી ભાષામાંય ટ્રાન્સલેટ કરાવવું છે. તમારા ધ્યાનમાં કોઈ સારા ટ્રાન્સલેટર હોય તો મને કહેજો, કારણ કે જેવાતેવા ટ્રાન્સલેટરની તાકાત નથી કે મારા આ શ્રેષ્ઠ લેખોનું ટ્રાન્સલેશન કરી શકે !”

પોતાને શ્રેષ્ઠ માની બેસવું એ મોટી મર્યાદા છે, પરંતુ એથીયે મોટી મર્યાદા અને ખતરનાક બાબત બીજાઓને પોતાના કરતાં તુચ્છ સમજવા એ છે. સફળતા માટે તપવું પડે, દાઝવું પડે, છોલાવું પડે, ઘાયલ થવું પડે, જખમ વેઠવા પડે, એકલતા સહન કરવી પડે, ટીકા સાંભળવી પડે. ચોટ ખાધા વગર સચોટ લખી ન શકાય. અને આટઆટલું કર્યા પછીયે ક્યારેક સફળતા ન પણ મળે ! ત્યારે હથિયાર હેઠાં મૂકી દઈને ભાગી ન જવાય. ઝઝૂમ્યા કરવું એ સફળતાની ગૅરંટી છે.

Krupa

Recent Posts

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

4 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

7 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

13 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

22 mins ago

ફાઇનલ પહેલાં આજે અફઘાનિસ્તાન સામે પોતાની તૈયારી ચકાસશે ભારત

દુબઈઃ ટીમ ઇન્ડિયા એશિયા કપ સુપર-ફોરની અંતિમ મેચમાં આજે અફઘાનિસ્તાનનો સામનો કરશે. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પહોંચી ગઈ છે…

28 mins ago

Stock Market : સેન્સેક્સ 126 પોઈન્ટ તૂટ્યોઃ નિફ્ટી 10,900ની નજીક

અમદાવાદ: આજે શરૂઆતે બજારમાં હળવું દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ સુસ્ત દેખાઇ રહી છે. આ લખાઇ…

38 mins ago