Carનાં વાઇબ્રેશનથી કેટલાક લોકોને સારી ઊંઘ આવી જાય

ઘણા લોકો કાર કે ટ્રેનમાં બેસે એની સાથે જ તેમને ઊંઘ આવી જાય છે અને તેઓ આખી સફરમાં ઘસઘસાટ ઊંઘતા હોય છે. જો કે ઘણા લોકોને આવી મુસાફરી વખતે ઊંઘ પણ આવતી નથી. આ વિષય પર હવે ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીમાં થયેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કારનાં વાઇબ્રેશનના કારણે લોકોને ઊંઘ આવે છે અને આવી ઊંઘ જ્યારે ડ્રાઇવરને આવે ત્યારે એ જીવલેણ સાબિત થાય છે.

કોઇ પણ વાહનનાં એન્જિનમાંથી એક ચોક્કસ પ્રકારનું વાઇબ્રેશન નીકળે છે ત્યારે એનાથી પ્રવાસીના શરીર પર અને પછી મગજ પર અસર થાય છે. ઘણી વાર લોકોએ પ્રવાસ પહેલાં પૂરતી ઊંઘ લીધી હોય અને તેઓ હેલ્ધી હોય તો પણ વાઇબ્રેશનના કારણે તેમને ઊંઘ આવે છે.

You might also like