શું તમે જાણો છો PMના સિક્યોરિટી ગાર્ડના હાથમાં આ સૂટકેશ કેમ છે? કેટલી મહત્વની છે આ સૂટકેશ?

તમે બધાએ વડાપ્રધાનની આસપાસ સિક્યોરિટી ગાર્ડ્સની ફોજ જોઈ જ હશે. વડાપ્રધાનની આસપાસ રહેતી આ સિક્યોરિટીને SPG કહેવાય છે. આ SPG એટલે
સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપના નામે ઓળખાય છે.

દેશમાં એસપીજી સિક્યોરિટી વડાપ્રધાનની સાથે સાથે તેમના પરિવારને પણ આપવામાં આવે છે. આ સિક્યોરિટી ગ્રુપની સિક્યોરિટી માત્ર વડાપ્રધાનને જ આપવામાં આવે છે.

જો કે ખાસ વાત તો એ છે કે આ સિક્યોરિટી ગ્રુપના હાથમાં હંમેશા એક સૂટકેસ હોય છે, જે ખૂબ જ પાતળી હોય છે. તો, આવો આજે આપણે આ સૂટકેસની ખાસિયત જાણીએ. આ સૂટકેસ હકીકતમાં ન્યૂક્લિયર બટન હોય છે અને તેને વડાપ્રધાનથી થોડા જ ફીટ દૂર રાખવામાં આવે છે.

આ એકદમ સ્લીમ સૂટકેસ હકીકતમાં પોર્ટેબલ બુલેટપ્રૂફ શિલ્ડનું કામ કરે છે. આ સૂટકેસમાં એટલી તાકાત હોય છે કે, તે બેલાસ્ટિક મિસાઈલને પણ રોકી શકે છે. આ એસપીજી સિક્યોરિટી ગ્રુપ કેબિનેટ સચિવાલય હેઠળ આવે છે. એસપીજી સિક્યોરિટીના કમાન્ડોની પસંદગી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોમાંથી કરવામાં આવે છે.

You might also like