6GB રેમની સાથે લોન્ચ થયો આ સ્માર્ટફોન

નવી દિલ્હી: ચીનની કંપની વર્નીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન ‘અપોલો’ રજૂ કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે આ સ્માર્ટફોનમાં 6GB રેમની સાથે ઘણા દમદાર ફિચર્સ હશે.

આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચની ક્યૂએચડી સ્ક્રીન આપવામાં આવી છે. તો બીજી તરફ ફોનની ઇનબિલ્ટ મેમરી 128GB છે. સાથે જ સોની આઇએમએક્સ 230 સેંસરની સાથે સ્માર્ટફોનમાં 21 મેગાપિક્સલ રિયર કેમેરો છે. આ સાથે જ સેલ્ફી માટે 8 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. કંપનીએ ફોનના એંડ્રોઇડ 6.0 માર્શમૈલોની સાથે આવવાની જાણકારી આપી છે.

આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આ ફોન આગામી મહિનાથી બજારોમાં ઉપલબ્ધ થશે. હાલમાં આ સ્માર્ટફોનની કીંમત અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી. તમને જણાવી દઇએ કે કંપનીનો દાવો છે કે આ ટ્રાઇ-કલસ્ટર સીપીયૂ અને 10 કોર ફીચરવાળો દુનિયાનું પહેલું મોબાઇલ પ્રોસેસર હશે.

You might also like