VIDEO: રિલીઝ થયું વીરે દી વેડિંગનું ભાંગડા સોંગ, જોવા મળ્યો કરિના અને સોનમનો HOT અવતાર

બોલિવુડની અપકમિંગ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ નું બીજુ સૉન્ગ ‘ભંગડા તા સજદા’ રિલિઝ થઇ ગયુ છે. આ સૉન્ગમં સોનમ કપૂર, કરીના કપૂર ખાન, સ્વરા ભાસ્કર અને શીખા તલસાનિયા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી રહી છે. આ સાથે જ ચારેય એક્ટ્રેસિસની અદાઓ પણ કાતિલ છે.

 

આ સૉન્ગને નેહા કક્કડ, સૂર્યા રંગનાથન અને શ્વેતા સચદેવાએ પોતાનો વૉઇસ આપ્યો છે, જ્યારે ગૌરવ સોલંકીએ સૉન્ગના લિરિક્સ લખ્યાં છે, તો સૉન્ગનું મ્યૂઝિક શાસ્વત સચદેવે આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મનું પહેલુ સૉન્ગ ‘તારીફાં’ રિલિઝ કરવામાં આવ્યું હતુ. આ સૉન્ગને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોનમ કપૂર અને આનંદ આહૂજાના વેડિંગ રિસેપ્શનમાં પણ આ સૉન્ગ ખૂબ જ વગાડવામાં આવ્યું હતુ.

જો કે તૈમૂરના જન્મ બાદ કરીનાની કમબેક ફિલ્મ છે. તમને જણાવી દઇએ કે, ‘વીરે દી વેડિંગ’ને અનિલ કપૂરની દિકરી રેહા કપૂર અને એકતા કપૂરની કંપનીએ મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 1 જૂનના રિલીઝ થશે.

You might also like