Video: ‘જુડવા 2’ નો મજેદાર સોંગ ‘ચલતી હૈ ક્યા 9 સે 12’ થયો રિલીઝ

ફિલ્મ જુડવા 2 નો સોંગ ‘ચલતી હૈ ક્યા 9 સે 12’ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સોંગ સલમાન ખાનની ફિલ્મ જુડવા નો રિમેક છે. આ સોંગમાં વરૂણ ધવન સાથે તાપસી પન્નૂ અને જેક્લિન ફર્નાડિઝ જોવા મળશે. ફિલ્મના મેકર્સે આ સોંગનું મ્યુઝિક વીડિયો શેર કર્યું છે. આ સોંગમાં વરૂણની સ્ટાઇલમાં ‘જુડવા’ ના સલમાન ખાનની ઝલક જોવા મળે છે.

સોંગમાં જેક્લિન ફર્નાડિઝ અને તાપસી પન્નૂ વરુણ સાથે પોતાના ડાન્સ મૂવ્સ દર્શાવતા અત્યંત હોટ દેખાય છે. સોંગના એક અન્ડમાં વરૂણનું તાપસી અને જેક્લિન સાથે એક કિસીંગ સીન પણ દર્શાવામાં આવ્યું છે.

‘જુડવા 2’ ના ટ્રેલરને દર્શકોથી સારા પ્રતિભાવ મળી રહ્યો છે. આ ફિલ્મને લઇને ફેન્સમાં પણ ખૂબ જ આતુરતા જોઈ શકાય છે. ફિલ્મ ‘જુડવા’ ખૂબ હિટ થઈ હતી અને હવે અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સોરો પ્રદર્શન કરશે. જણાવી દઇએ કે, આ ફિલ્મમાં સલમાન ખાનની એક ઝલક પણ જોવા મળશે. તેમણે આ ફિલ્મ માટે એક કેમિયો પણ શૂટ કર્યું છે.

ફિલ્મને લઇને સોશ્યલ મીડિયા પર તો ખૂબ ચર્ચા થઈ રહી છે કે ખરેખર આ ફિલ્મ ‘જુડવા’ ની જેમ જ દર્શકોની આશાઓ પર ખરી ઉતરી શકે છે? આ તો ફિલ્મ રિલીઝ પછી ઓડિઓન્સ રિએક્શનથી જ ખબર પડી શકે છે. ડેવિડ ધવન દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મ 29મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે.

You might also like