Categories: Gujarat

વાપીમાં બસ કંડક્ટરનો મૃતદેહ 2 કલાક સુધી રઝળ્યો, કલેક્ટરે માગ્યો લેખિત જવાબ

વાપી: વાપીમાં 3 દિવસ પહેલા એસ.ટી બસની અડફેટે એક બસ કંડક્ટરનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જોકે મોત બાદ મૃતક કંડક્ટરનો મૃતદેહ એમ્બ્યુલન્સ સહિત સંબંધિત વિભાગની બેદરકારીને કારણે મૃતદેહ બે કલાક સુધી રસ્તા પર રઝળ્યો હતો. આ ઘટના વાપીમાં હવે ચર્ચાસ્પદ બની છે અને સમગ્ર ઘટનાને જીલ્લા કલેક્ટરે ગંભીરતાથી લઈને સમગ્ર મામલે લાલ આંખ કરી છે તેમજ સંબંધિત વિભાગો પાસેથી લેખિતમાં જવાબો માંગતા ખડભડાટ મચી ગયો છે.

ઘટનાની વિગતે વાત કરીયે તો ત્રણ દિવસ પહેલાં વાપી બસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગુલાબભાઈ પટેલ પોતાની નોકરી કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે આજ બસમાં જઈ રહ્યો હતો તે દરમિયાન એ કઈંક ભૂલી ગયો હોઈ બસમાંથી ઉતરીને રસ્તો ક્રોસ કરવા જતા એજ એસ ટી બસ ના અડફેટે આવી જતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. વાપી બસ સ્ટેશનની બહાર બનેલી આ ઘટના બાદ દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની આ વાત વાપી પોલીસને અને 108ને કરાઈ હતી. 108 ના કર્મચારીઓ અને તબીબે ગુલાબભાઈને મૃત જાહેર કર્યો હતો.

જેથી મૃતકની બોડી નહીં ઉચકતા ગુલાબ ભાઈનો મૃતદેહ બે કલાક સુધી રસ્તા પર જ પડી રહી હતી. એક તરફ લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. તો બીજી તરફ પસાર થતો સમય લોકોને અકળાવી રહ્યો હતો. ના તો બસ તંત્ર કઈ પગલાં લઇ રહ્યું હતું કે ના તો વાપી પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાતા હતા. અંતે બે કલાક રસ્તા પર મૃતદેહ રઝળ્યા બાદ વાપી એસટી દ્રારા એક બસમાં ગુલાબ ભાઈના મૃતદેહને વાપી પી.એચ.સી લઇ ગયા હતાં.

એવામાં કાયદા અને સરકારી તંત્રની સંવેદના મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે. આખરે આ વાતને હવે જિલા કલેક્ટર રેમ્યા મોહને ગંભીરતાથી લીધી છે અને આ મામલે પોલીસ ,108 ઈમર્જન્સી સર્વિસ અને એસ.ટી વિભાગ અને બસ ડેપોના અધિકારીઓ પાસે પણ લેખિતમાં જવાબ માંગ્યો છે. આમ આ મામલે કલેક્ટરના કડક વલણને લઈને સંબંધિત વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

admin

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

8 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

8 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

8 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

8 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

8 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

9 hours ago