Categories: Gujarat

વણાકબોરી ડેમ ઓવરફ્લો, ઠાસરા ગળતેશ્વર અને ખેડાના ગામોને કરાયા એલર્ટ

અમદાવાદ: ગઈ કાલ મોડી રાત્રે ૩ લાખ અને બાદ માં સવારે ૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા આજે સવારે વણાકબોરી ડેમ છલકાઈ ગયો હતો. જ્યારે બપોર બાદ ડેમની સપાટી ૨૩૮-૫૦ સુધી પહોચતા વણાકબોરી ડેમમાં વ્હાઈટ સિગ્નલ આપવામાં આવ્યું હતું. અને ઓવરફલોના પગલે આ પાચ લાખ કયુસેક પાણી ને મહીસાગર નદીમાં છોડવામાં આવતા મહીસાગર નદીના જળસ્તરમાં વધારો થયો હતો જેને લઇ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગળતેશ્વર અને ઠાસરા ના ૧૩ ગામો અને ખેડા ના ૧૨ ગામો ને સાવધાન કરવામાં આવ્યા હતા.

જીલ્લા અધિક કલેકટરે જાતે વહીવટી તંત્રના કાફલા સાથે વણાકબોરી ડેમ અને નીચાણવાળા ગામોની મુલાકાત કરી હતી તો બપોરે તમામ ગામના સરપંચ અને તલાટી સાથે મામલતદાર અને ટીડીઓને પણ પોતાના હેડક્વાર્ટરમાં હાજર રહેવા જણાવ્યું છે.

હાલ વણાકબોરીમાંથી મહીસાગર નદીમાં પાણીનું પ્રમાણ વધતા ગળતેશ્વરના મહીસાગર નદી પરના સાવલીને જોડતા પુલને બંધ કરવામાં આવ્યો હતો. જોકે વહીવટી તંત્ર દ્વારા બધું બરાબર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મહિસાગર તથા પંચમાલ જીલ્લાના 120થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં કડાણાનના 27 ગામો, લુણાવાડાના 74 ગામો, તથા ખાનપુર તાલુકાના 9 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા તથા શહેરા પંથકમાં આવેલા 18 ગામોને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

admin

Recent Posts

ક્રૂડ ઓઈલ 11 મહિનાની નીચી સપાટીએઃ 6.5 ટકાનો જંગી ઘટાડો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયો છે. ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની…

7 hours ago

CBI વિવાદમાં NSA અ‌જિત ડોભાલનો ફોન ટેપ થયાની આશંકા

નવી દિલ્હી: સીબીઆઇના આંતરિક ગજગ્રાહ વચ્ચે એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. સરકારને એવી આશંકા છે કે કેટલાય સંવેદનશીલ નંબરો…

7 hours ago

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી.…

7 hours ago

સાયન્સ સિટીમાં દેશની પહેલી રોબોટિક ગેલેરી ખુલ્લી મુકાશે

અમદાવાદ: આપણે અત્યાર સુધી રોબોટની સ્ટોરી ફિલ્મો જોઈ હશે પણ આવી કાલ્પનિક કથા વાસ્તલવિક રૂપમાં હવે અમદાવાદ અને દેશમાં પહેલી…

7 hours ago

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાવીસ વર્ષ પછી ક્લાર્ક કક્ષાએ બઢતી અપાઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઈ કાલે બાવીસ વર્ષ બાદ કલાર્ક કક્ષાના કર્મચારીઓને સિનિયોરિટીના આધારે બઢતી અપાતાં કર્મચારીઓમાં ભારે આનંદની…

7 hours ago

Ahmedabadમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાયુંઃ રૂ.84 લાખ જપ્ત

અમદાવાદ: ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરમાં પોલીસની ધોંસ વધતાં હવે લોકો તેમના ઘરમાં નાના નાના પાયે કોલ સેન્ટર ચલાવી રહ્યા છે.…

7 hours ago