VIDEO: વલસાડનાં તિથલ દરિયામાં ડૂબતી 2 મહિલાઓને બચાવાઇ

વલસાડઃ જિલ્લાનાં તિથલ દરીયામાં બે મહિલાઓ ડૂબી હોવાંની એક ઘટના સામે આવી હતી. કચી ગામની બે મહિલાઓ દરિયામાં ન્હાવા આવી હતી. જો કે તે દરમ્યાન દરિયાની અંદર મોટી ભરતી આવાવથી મહિલાઓ ડૂબી ગઇ હતી. મહિલાઓ દરિયામાં ઉછળી રહેલા તોતિંગ મોજામાં ફસાઇ જતાં તેઓને ભારે જહેમત બાદ 108ની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાઈ હતી.

બાદમાં બંને મહિલાઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયારે આ બે મહિલાઓ ડૂબી રહી હતી ત્યારે દરિયાકિનારા પર ફરવા આવેલાં કેટલાંક લોકો ડૂબી રહેલી આ બંને મહિલાઓને બચાવવાને બદલે મોબાઈલમાં વીડિયોગ્રાફી કરવામાં તેઓ વ્યસ્ત હતાં. જેને કારણે ત્યાંનાં સ્થાનિક લોકોમાં વિડીયોગ્રાફી કરી રહેલાં લોકો પર લોકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે તીથલનો દરિયાકિનારો એ પ્રવાસીઓ માટે એક અદ્દભુત જગ્યા છે કે જ્યાં પ્રવાસીઓ આનંદ ને મોજ મજાં કરવા માટે આવતા હોય છે. ત્યારે એમાંય આજે વળી રવિવાર હોવાંથી વિશેષમાં લોકો અહીં પ્રવાસીઓ પાણીમાં ન્હાવાની અદ્દભુત મજા માણવા આવ્યાં છે.

મહત્વનું છે કે હવે આગામી સમયમાં જ ચોમાસુ આવવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે દરિયાળામાં જોરશોરથી મોજાંઓ ઉછળતા હોય છે ત્યારે અચાનક જ દરિયાકિનારે છબછબીયા કરી રહેલી આ 2 મહિલાઓ એકાએક જ જોરથી મોજું આવી જતાં તે બંને મહિલાઓ અચાનક જ મોજામાં ખેંચાઇ ગઇ હતી પરંતુ અચાનક જ બંને મહિલાઓને ત્યાનાં સ્થાનિક લોકો અને 108ની ટીમ દ્વારા તે બંને મહિલાઓને બચાવી લેવાઇ હતી. ત્યારે આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં પણ કેદ કરાઇ હતી.

You might also like