VIDEO: ચૂંટણી અદાવતમાં ભાજપનાં વિજેતા ઉમેદવાર પર કોંગ્રેસનાં ઉમેદવારનો હુમલો

વલસાડઃ જિલ્લાની પારડી નગરપાલિકાની ચૂંટણીમાં હારેલા કોંગ્રેસનાં વોર્ડ નંબર-3નાં ઉમેદવારે ભાજપનાં વિજતા ઉમેદવાર પર જીવલેણ હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસનાં હારેલા ઉમેદવાર પરવેઝ કાદરે ચૂંટણીની અદાવતમાં પોતાનાં સાગરીતો સાથે મળીને ભાજપનાં ઉમેદવાર અલી અંસારી પર હુમલો કર્યો છે.

આ હુમલામાં ભાજપનાં ઉમેદવાર અલી અંસારી ગંભીર રીતે ઘાયલ થઈ ગયાં છે. જો કે હાલ તેઓને સારવાર અર્થે પારડીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે હુમલો કરાવનાર કોંગ્રેસનાં ઉમેદવાર અને તેનાં સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ભાજપનાં વિજેતા ઉમેદવાર પર હુમલો
કોંગ્રેસનાં હારેલા ઉમેદવારે કર્યો હુમલો
ચૂંટણીની અદાવતમાં કર્યો જીવલેણ હુમલો
પારડી પોલીસે આ મામલે હાથ ધરી તપાસ

You might also like