VIDEO: ભર ઉનાળે વડોદરાની પ્રજાનાં માથે તોળાતો પાણી કાપ

વડોદરાઃ ઉનાળાની ઋતુ હવે શરૂ થઇ ગઇ છે ત્યારે રાજ્યભરમાં તાપમાન સતત 42-43 ડિગ્રી જોવાં મળી રહ્યું છે. ત્યારે એવામાં પણ જો લોકોને પીવાનાં પાણીની સમસ્યાનો જો સામનો કરવો પડે તો તે લોકોને માટે માત્ર ઉનાળાનાં ધકધકતા તાપમાં દૂર સુધી રોડ પર જોવા મળતા આભાસી જળ જેવી જ હાલત થાય છે.

એવી જ કંઇક હાલત હવે વડોદરામાં જોવાં મળશે. શહેરમાં ભર ઉનાળે પાણીની ભારે કટોકટી સર્જાશે. આજવા સરોવરની સપાટી 204 ફૂટે પહોંચતાં પાણીની તંગી સર્જાશે. શહેરને પાણી પૂરૂ પાડવા માટે 207 ફૂટ પાણીનાં લેવલની જરૂરિયાત છે. ત્યારે હાલમાં નર્મદા કેનાલમાંથી આજવા સરોવરમાં 48 MLD પાણી અપાય છે.

જેનાં લીધે પાણીની માત્રા વધારીને 145 MLD કરવાની માંગ ઉઠી છે. જો કે આ સપાટી ઘટતાં જ કોર્પોરેશને સરદાર સરોવર નર્મદા નિગમને પત્ર લખીને વિશેષ માંગ પણ કરી છે અને નર્મદા નિગમે પાણી આપવા માટે વડોદરા કોર્પોરેશન પાસે રૂ.1.38 કરોડ માંગ્યાં છે.

મહત્વનું છે કે રામપુરા પાસેથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલમાંથી જો પાણી અપાય તો આજવા સરોવરનું જળસ્તર જળવાઈ રહે તેમ છે પરંતુ જો પાણી ન અપાય તો દરરોજ ડેમની સપાટી હજૂ પણ ઘટી શકે છે.

ડેમનું બોટલ લેવલ અસમાંતર હોવાંથી હવે ૧૪૫ એમએલડીને બદલે ૧૦૩ એમએલડી જ પાણી મળે તેવી શક્યતા છે. પરંતુ જો નર્મદામાંથી પાણી નહીં મળે તો શહેરનાં કેટલાંક લોકોએ ૧૫ મિનિટનો પાણી કાપ વેઠવો પડશે તેવું જાણવા મળી રહ્યું છે.

You might also like