VMCની લાલ આંખ, “વેમ્બે આવાસ” યોજનાનાં મકાનો એકાએક કરાયાં સિલ

વડોદરાઃ શહેરમાં હાઉસીંગનાં મકાનો ભાડે ચઢાવીને ભાડું કમાવવાનો કીમીયો અપાવનારા માલીકોને વડોદરા કોર્પોરેશને સબક શિખવાડવાનું શરૂ કર્યું છે. “વેમ્બે આવાસ” યોજનાનાં મકાનોને મહાનગરપાલિકા દ્રારા સિલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વડોદરાનાં દંતેશ્વરમાં વેમ્બે આવાસ યોજનાનાં આ મકાનો આવેલાં છે. જેમાંથી કેટલાક મકાનોને VMCનાં અધિકારીઓ દ્વારા આજે જ સીલ કરવામાં આવ્યાં છે. આ સમગ્ર કિસ્સાની વાત કરીએ તો આ સમગ્ર ઘટના એવી છે કે જ્યારે પોતાનાં હાઉસીંગનાં મકાન બીજાને ભાડે આપીને મકાન માલીકો બીજે રહેવાની વાત કરે છે તે વાત જ્યારે કોર્પોરેશનનાં ધ્યાને આવી.

ત્યારે કોર્પોરેશને આવાસ યોજના પર જઇને કેટલાંક ભાડુઆતોને મકાન ખાલી કરવા માટે પણ કહ્યું અને તાત્કાલિક તેમનાં સામાન અને ઘરવખરી મકાનની બહાર કરી દીધાં અને બાદમાં મકાનને સીલ કરી દીધું.

જેવો જ મકાનનો સામન બહાર ફેંકી દેવાયો કે તુરંત જ લોકો રસ્તા પર. હવે મહાનગરપાલિકાની આ કામગીરીથી આ મુળ મકાન માલીકો દોડતા તો થઇ ગયાં છે પણ સાથે-સાથે જે ભાડુઆતો છે તે પણ ચિંતામાં મૂકાઇ ગયાં છે કે આખરે હવે અમે ક્યાં જઈશું?

હવે જ્યારે આવાસ યોજનાની કાર્યવાહીની અસરથી લોકો રવાના થઇ રહ્યાં છે ત્યારે મકાન માલીકોએ મેળવેલા અત્યાર સુધીનાં ભાડાનું શું? અત્યાર સુધી કેમ તંત્રની નજર આટલાં મોટા આવાસ યોજનામાં રહેતા ભાડુઆતો પર ના પડી.

આજની આ કાર્યવાહી પછી બની શકે કે અહીંથી બધાં જ ભાડુઆતોને ખાલી કરાવીને કોર્પોરેશન પોતાની બહાદુરીની પીઠ થબથબાવે પણ આટલાં લોકોને એકાએક સામાન સાથે બેઘર કરવા એ કેટલું યોગ્ય? અહીં રહેતા તમામે તમામ ભાડુઆતોને જોતાં જ સમજી શકાય છે કે તેઓ છુટક મજુરીથી પોતાનું ગુજરાન ચલાવતા હશે.

જ્યારે અહીં ભાડે રહેવા આવ્યાં હશે એ વખતે તેમને સપનાનાં ઘર જેવું લાગ્યું હશે. એ વાત સાચી છે કે મકાન માલિકે આ રીતે મકાન ભાડે ના આપવા જોઈએ પરંતુ તેની સજા આ ભાડુઆતોને બેઘર થઇને ચુકવવી પડે તે આખરે કેટલું યોગ્ય?

Dhruv Brahmbhatt

Recent Posts

સ્ટોર્મી ડેનિયલ્સના નવા પુસ્તકમાં ટ્રમ્પ સાથે સેક્સ એન્કાઉન્ટર પર નવો ખુલાસો

વોશિંગ્ટન: પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પોતાના નવા પુસ્તકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાના પર્સનલ સંબંધોનો ખુલાસો કર્યો છે. ડેનિયલ્સે પોતાના…

3 mins ago

યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરતાં યુવતીએ ફિનાઇલ પીધું

મહેસાણા નજીક આવેલા પાલાવાસણાના સાંઇ રો-હાઉસમાં રહેતા એસઆરપીના જવાનની ૧૮ વર્ષની પુત્રીને છ મહિનાથી ગામનો આકાશ બાબુભાઇ રાઠોડ મિત્રતા કેળવવા…

17 mins ago

મજૂરી માટે આવેલ યુવકોનું કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરી રૂમમાં ગોંધી રખાયા

અમદાવાદ: ઝારખંડથી અમદાવાદમાં મજૂરીકામ માટે આવેલા ૧૧ મજૂરનાં કાલુપુર રેલવે સ્ટેશનથી અપહરણ કરીને માણસાના રાજપુરા ગામે ફેક્ટરી પર લાવી મરજી…

21 mins ago

ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક. કેપ્ટન નારાજ

દુબઈઃ પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, ''એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત…

25 mins ago

Stock Market: નિફ્ટી 11,300ને પારઃ સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: આજે શરૂઆતના કારોબારમાં બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકાનો ઉછાળો દેખાઇ રહ્યો છે. નિફ્ટી ૧૧,૩૦૦ની…

31 mins ago