VIDEO: વડોદરાની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થીઓને રિઝલ્ટ ના અપાતાં વાલીઓએ મચાવ્યો હોબાળો

વડોદરાઃ શહેરમાં શાળાનાં સંચાલકોની દાદાગીરી સામે આવી રહી છે. ત્યારે હવે શહેરની નવરચના સ્કૂલમાં વિદ્યાર્થીઓને રિઝલ્ટ ન આપતાં વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અને વાલીઓએ સ્કૂલ ખાતે ભારે હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા હોબાળો કરા તાં સ્કૂલનાં કર્મચારીઓએ વાલીઓને ધક્કો મારીને બહાર કાઢ્યાં છે.

ઉલ્લેખનીય છે કે આ ઘટનાને લઇ સ્કૂલનાં સંચાલકોએ વાલીઓ સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો છે. હોબાળો ઉગ્ર થતાં સ્કૂલનાં સંચાલકોએ પોલીસ બોલાવી લીધી હતી. ત્યારે હવે પોલીસ અને સ્કૂલનાં સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ છે. પોલીસ સ્કૂલે આવતાં વાલીઓએ સ્કૂલનાં સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માંગ પણ કરી છે.

મહત્વની બાબત તો એ છે કે નવરચના સ્કૂલમાં જ્યારે વાલીઓ રિઝલ્ટ લેવા ગયાં ત્યારે જે વાલીઓએ સ્કૂલની પ્રોવિઝનલ ફી ભરી છે ( 1 લાખથી 1.50 લાખ સુધી) તે વાલીઓનાં બાળકને રિઝલ્ટ આપ્યું હતું અને જે વાલીઓએ પ્રોવિઝનલ ફી નથી ભરી અને સરકારનાં ધારા ધોરણ મુજબ કરતાં વધારે ફી ભરી છે એવાં વાલીઓનાં બાળકોને રિઝલ્ટ ના આપતાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો માચાવી દીધો હતો અને ત્યારબાદ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનાં વાલીઓને જાણ કરી હતી.

વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનનાં વાલીઓ જોડે સ્કુલનાં કર્મચારીઓએ તેમજ મહિલા વાલીઓ જોડે સિક્યુરિટીએ ધક્કા મૂકી કરી હતી અને અભદ્ર વ્યવહાર કરતાં આ સમગ્ર મામલો બીચકયો હતો અને સ્કૂલનાં સંચાલકો દ્વારા સ્કૂલમાં વાલીઓ સામે પોલીસ બોલાવવામાં આવી હતી. જેમ કે તેઓ જાણે કે વાલીઓ નહીં પરંતુ ગુંડાઓ ના હોય એવું વર્તન સ્કૂલનાં સંચાલકો દ્વારા વાલીઓ જોડે કરવામાં આવ્યું હતું.

You might also like