VIDEO: વડોદરામાં ફન એરેના રિસોર્ટની રાઇડ તૂટતાં બાળકો ઘાયલ

વડોદરાઃ ફન એરેના રિસોર્ટની રાઈડ તૂટી હોવાંની ઘટના સામે આવી હતી. સેવાસી વિસ્તારમાં આવેલી ફન એરેના રિસોર્ટમાં આ ઘટના સર્જાઇ હતી. રિસોર્ટમાં આવેલી હેલિકોપ્ટર રાઈડ તૂટી પડતાં 6 બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં. પાદરાની મધર સ્કૂલનાં 6 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતાં.

ઉલ્લેખનીય છે કે બાળકો હેલિકોપ્ટર રાઇડમાં બેઠા હતાં અને અચાનક જ રાઇડ તૂટી પડી હતી. જેને કારણે આ બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ તમામ બાળકો પાદરાની મધર સ્કૂલનાં છે. જો કે આ તમામ વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

You might also like