VIDEO: વડોદરામાં ફિલ્મ “લવરાત્રી”ને લઇ શિવસેનાનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં શિવસેના દ્વારા “લવરાત્રી” ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનનાં બેનર હેઠળ બનાવવામાં આવેલી આ ફિલ્મનો શિવસેનાએ વિરોધ કર્યો હતો. ધાર્મિક લાગણી ન દુભાય તે માટે શિવસેનાએ આઈનોસ મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ રિલીઝ ન કરવા માટેની પણ વિશેષ રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ વડોદરામાં જ “લવરાત્રી” ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવેલા એક્ટર આયુષ્ય શર્માનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. નવરાત્રી પરથી “લવરાત્રી” ફિલ્મનું નામ રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં હિંદુ સમાજની લાગણી દુભાઈ હોવાનાં આક્ષેપ સાથે ફીલ્મનાં પ્રમોશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મનું પ્રમોશન કરવા આવેલા એક્ટર આયુષ્ય શર્માનો કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. લવરાત્રી ફિલ્મમાં આયુષ્ય શર્મા એ લીડ રોલમાં છે.

મહત્વનું છે કે ગુજરાતનાં ગરબા અને નવરાત્રીનાં બેક ગ્રાઉન્ડમાં અભિનેતા સલમાનખાન નિર્મિત ‘લવરાત્રી’ ફિલ્મનાં પ્રમોશન માટે વડોદરા ખાતે આવેલા સલમાનખાનનાં બનેવી આયુષ શર્મા સહિત ફિલ્મનાં કલાકારોનો શિવસેના, કરણી સેના તેમજ હિંદુ યુવા સંગઠન સહિતનાં હિંદુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરનાં એરપોર્ટ ખાતે કાળા વાવટાઓ બતાવીને વિરોધ કરીને ‘લવરાત્રી’ ફિલ્મને લઇ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

ત્યારે મહત્વનું છે કે ફરી વાર આ ફિલ્મને લઇ શહેરમાં શિવસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેને લઇને હિંદુ લોકોની ધાર્મિક લાગણી ના દુભાય તે માટે શિવસેનાએ આઇનોસ મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ ન રિલીઝ ન કરવા માટેની પણ વિશેષ રજૂઆત કરાઇ હતી.

You might also like