VIDEO: વિદેશમાં નોકરી આપવાની લાલચે યુવકો સાથે કરાઇ છેતરપિંડી

વડોદરાઃ વિદેશની નોકરીની જો કોઇ લાલચ આપે તો ચેતી જજો. કારણ કે વડોદરામાંથી આવો જ સૌને ચેતવતો એક કિસ્સો સામે આવ્યો છે. આજ કાલ વિદેશમાં જવાનો ને ત્યાં નોકરી કરીને ત્યાં ને ત્યાં જ સ્થાયી થઇ જવાનો સૌ કોઇને મોહ હોય છે. પરંતુ જો હવે વિદેશમાં નોકરી અપાવવાની જો કોઇ લાલચ આપે તો સાવધાન થઇ જજો.

આવો જ એક સૌને આશ્ચર્યમાં મૂકી દેનારો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આફ્રીકામાં નોકરી મેળવવા માટે વડોદરા આવેલા હજારો યુવકો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. વડોદરાનાં ખાલાઘોડા સર્કલ પાસેની એક હોટેલમાં આ યુવકોને ઈન્ટરવ્યુ આપવા માટે બોલાવાયાં હતાં.

આ ઈન્ટરવ્યુ દરમ્યાન યુવકોને એજન્ટ પર શંકા જતા તેઓએ પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે ટ્રાવેલ્સ એજન્ટની અટકાયત કરી અને એજન્ટ સાથે 5 લોકોની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે આ કિસ્સામાં એ પણ બાબત મહત્વની છે કે તે એજન્ટે યુવકોનાં પાસપોર્ટ પણ જમા લઈ લીધાં છે.

આ એજન્ટે આ તમામ યુવકોને આફ્રિકાની ગ્રુપ ફાઈવ કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી હતી. જેથી આ લાલચને લઇને યુપી, બિહાર, પંજાબ, મધ્યપ્રદેશ મહારાષ્ટ્રથી અનેક જેટલાં બેરોજગાર યુવકો છેલ્લાં બે દિવસથી વડોદરામાં આવીને રહ્યાં હતાં. આ એજન્ટે યુવકોને આફ્રિકામાં સાથે સાથે સારો પગાર મળશે એવી પણ લાલચ આપી હતી. જેનાં કારણે ક્યાંય દૂર-દૂરથી લોકો નોકરીની લાલચે અહીં આવી પહોંચ્યાં હતાં.

You might also like