VIDEO: વડોદરામાં કેળાની વાડીમાંથી ઝડપાયો 31,600ની કિંમતનો દારૂનો જથ્થો

વડોદરાઃ શહેરમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે, બુટલેગરોએ દારૂ સંતાડવા માટે નવો કિમીયો અજમાવ્યો છે. કોઈ પણ વાડીમાં સામાન્ય રીતે શું હોય.

તેનાં જવાબમાં તમે કહેશો કે, શાકભાજી, ફળ વગેરે હોય પરંતુ જો આપને એવું કહેવામાં આવે કે તમે દારૂની વાડી જોઈ છે તો તમને ચોક્કસથી નવાઈ લાગશે કે વાડીમાં તો કંઇ દારૂ હોતો હશે.

તમને જણાવી દઈએ કે, કોઠીયા ગામની સીમ પાસે આવેલી વાડીમાં આ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. કેળાંની વાડીમાંથી રૂપિયા 31 હજાર 600નાં કિમતનાં બિયરનાં ટીન પોલીસે કબજે કર્યા છે. તો કરજણ પોલીસે કેળાની વાડીના માલિકની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં રોજ મોરબીનાં ટંકારા નજીક પણ રીક્ષામાંથી દેશી દારૂની હેરાફેરી થતી હોવાંની એલસીબી ટીમને માહિતી મળતાં તેઓએ એક આરોપીને દબોચી લીધો હતો અને દેશી દારૂ અને રીક્ષા સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ટંકારાનાં ઘુનડા ગામ નજીકથી પસાર થતી રીક્ષાને શંકાસ્પદ નજરે જોતાં એલસીબી ટીમે રિક્ષાને આંતરી લઈ તેની તપાસ કરતાં તેમાંથી રાજકોટ વાળાને ઝડપી લેતાં રીક્ષા સહિત દારૂનો જથ્થો મળીને કુલ ૫૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

You might also like