VIDEO: વડોદરાનાં તાંદલજામાં વિસ્તારમાં પાણી ન આવતા મહિલાઓએ માટલા ફોડી કર્યો વિરોધ

વડોદરાઃ છેલ્લા 8 દિવસથી પાણીની સમસ્યા હોવાનાં કારણે સ્થાનિકો દ્વારા શહેરનાં તાંદલજા વિસ્તારમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરનાં વાસણા રોડ પર સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાડીવાડી પંપીગ પર મહિલાઓ દ્વારા માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો હતો.

શહેરનાં તાંદલજા વિસ્તારમાં આવેલ એશિયાના નગર, અશ્વમેઘ સોસાયટી, શિવાંગી સોસાયટી અને નવીનગરીનાં રહીશોને છેલ્લા ૮ દિવસથી પાણી નહીં મળતાં મહિલાઓએ માટલા ફોડીને વિરોધ કરી પાલિકાની વડીવાડી પશ્ચિમ ઝોનની કચેરી ખાતે પાણીની ટાંકી પર પાણી નહી મળતાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો.

છેલ્લાં કેટલાંય દિવસથી પાણી વગર હેરાન થતી સ્થાનિકો દ્વારા આજે પાણી નહીં મળતું હોવાથી મહિલાઓ રણચંડીનું રૂપ ધારણ કરીને માટલા ફોડીને વિરોધ વ્યકત કર્યો હતો. શિયાળાની ૠતુમાં પુરતું પાણી નહીં મળવાથી રહિશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉનાળાની ૠતુમાં પાણી ન મળે અને સ્થાનિકો દ્વારા આ મામલે વિરોધ થાય તે સ્વભાવિક છે. પરંતુ શિયાળામાં છેલ્લાં કેટલાંક દિવસોથી સ્થાનિકોને પુરતું પાણી નહીં મળતા આજે સ્થાનિક મહિલાઓએ પોતાની ધીરજ ગુમાવી હતી અને માટલા ફોડી પાલિકા સમક્ષ પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.

આ વિસ્તારની બેથી વધુ સોસાયટીઓનાં રહિશોએ દ્વારા ભેગાં મળીને માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પાલિકા દ્વારા તેમની સમસ્યાનો જલ્દી ઉકેલ મળે અને રાબેતા મુજબ પાણી મળે તેવી માંગ ઉચ્ચારી હતી.

You might also like