VIDEO: વડોદરામાં અચોક્કસ મુદ્દતની હડતાળનું વકીલોએ કર્યું એલાન, પ્રાથમિક સુવિધાની કરી માંગ

વડોદરાઃ શહેરની નવી બનેલી કોર્ટમાં પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવાની અપૂરતી વ્યવસ્થાને પગલે ભારે હોબાળો મચાવી દીધો હતો. એક તબક્કે વકીલોએ ડિસ્ટ્રિકટ જજની ઓફિસમાં જઇને ભારે તોડફોડ કરી હતી. જેથી પોલીસે વકીલો પર લાઠીચાર્જ વરસાવ્યો હતો. જેને કારણે વકીલોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.

જેથી આ ઘટનાને લઇને રોડ પર ભારે ટ્રાફિકજામ થઇ ગયો હતો અને પોલીસે કરેલા લાઠીચાર્જ તેમજ માંગણીઓને લઇને વકીલો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયાં છે. વકીલોનું એમ કહેવું છે કે, વડોદરામાં જેટલાં વકીલો છે તેની સામે માત્ર 600 વકીલો જ બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

તેથી જો તેમની માંગ સ્વિકારવામાં આવશે નહીં તો આગામી તેમનું આંદોલન હવે ઉગ્ર બનશે અને કોર્ટની કાર્યવાહીથી પણ વકીલો અળગા રહેશે. મહત્વનું છે કે, ગત શનિવારે જ વિજય રૂપાણીએ કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને કોર્ટનાં પ્રથમ દિવસે જ વકીલોએ ટેબલ મુકવા બાબતે હોબાળો મચાવી દીધો હતો.

You might also like