VIDEO: રાજ્યભરમાં મેઘરાજાની લહેર, ડભોઇ પંથકની ઓરસંગ નદી બે કાંઠે

વડોદરાઃ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને ડભોઈ સહિતનાં પંથકમાં તો ધોધમાર વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે આજે રાજ્યભરમાં ભારે વરસાદ થયો હતો. જેનાં પગલે જિલ્લામાં આવેલ ડભોઈનાં કરણેટ નજીકથી નીકળતી ઓરસંગ નદી આજે એકાએક ગાંડીતૂર બની ગઇ છે.

નદીમાં સતત વધતા પાણીનાં પ્રવાહને જોતા નિચાણવાળા તેમજ નદીકાંઠાનાં વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવેલ છે. જો કે ઘણાં લાંબા સમય બાદ વરસાદનાં આવાં ધમાકેદાર આગમનને લઈ સમગ્ર જિલ્લાનાં ખેડૂતોમાં એક બાજુ ખુશીનો માહોલ પણ છવાઇ ગયો છે.

મહત્વનું છે કે અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં જિલ્લાઓમાં આજે વરસાદે માઝા મૂકી હતી. ત્યારે વડોદરાનાં ડભોઇનાં કરણેટ નજીકથી નીકળતી ઓરસંગ નદી ભારે વરસાદથી બે કાંઠે વહેતાં ખેડુતોમાં આનંદનો માહોલ છવાઇ ગયો હતો.

ઉપરવાસમાં વરસેલા વરસાદને લઇ ઓરસંગ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. બોડેલી પાસે ઓરસંગ નદી વર્ષો બાદ બે કાંઠે આવી જતાં એટલે કે પાણીનાં જળસ્તરમાં એકાએક વધારો થતાં ખેડુતોને ખેતીની વાવણીને લઇ ઘણી રાહત અનુભવાઇ છે.

You might also like