વડોદરાઃ દિવાળીને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગનો સપાટો, મીઠાઇની દુકાનોમાં દરોડા

વડોદરા: દિવાળી હવે બિલકુલ નજીકમાં આવવા જઇ રહી છે ત્યારે વડોદરામાં કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. વડોદરામાં આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણ વેચનારા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યાં છે. શહેરમાં આરોગ્ય વિભાગે ચાર જુદી-જુદી જગ્યાઓએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે. આરોગ્ય વિભાગનાં અધિકારીઓએ ફરસાણ અને મીઠાઈઓનાં સેમ્પલ લઈને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

મહત્વનું છે કે દિવાળીનાં તહેવારમાં લોકો ઠેરઠેર મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતાં હોય છે ત્યારે આ વખતે લોકોનાં આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે વડોદરા કોર્પોરેશનની ટીમ અત્યારથી જ સતર્ક થઈ ગઈ છે. મહત્વનું છે કે વડોદરા કોર્પોરેશનની આરોગ્ય ખાતાની 4 જેટલી ટીમોએ વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે શહેરમાં ચારે બાજુ મીઠાઇની દુકાનોમાં પૂરજોશથી ભાતભાતની વાનગીઓ અને ફરસાણ બનાવવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે તેને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગે શહેરમાં સપાટો બોલાવ્યો છે. જેમાં પેંડા, જલેબી અને અન્ય ખાદ્યચીજોની તપાસ પણ હાથ ધરાઇ હતી. જો કે આ તપાસને લઇને અન્ય દુકાનોનાં વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.

You might also like