VIDEO: વડોદરાની પ્રખ્યાત હોટલોમાં આરોગ્ય વિભાગનાં દરોડા, અખાદ્ય ખોરાકનો નાશ

ગુજરાતઃ વડોદરાની જાણીતી હોટલોમાં આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. હોટલ પ્રાઇડમાંથી અખાદ્ય ખોરાકનો નાશ કરાયો હતો. 12 કિલો ચીકન, આઇસ્ક્રીમ અને ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે હોટેલને નોટિસ પાઠવી હતી.

આ હોટલમાં વેજ અને નોનવેજ ખોરાક સાથે રાખવામાં આવતો હતો. તેમજ આઇસ્ક્રીમનાં સ્ટોરેજ સાથે ચીકન પણ રાખવામાં આવતું હતું. જેથી હવે આરોગ્ય વિભાગે આ મામલે ગંભીરતા લીધી અને હોટલનાં માલિકને નોટિસ ફટકારી.

વડોદરામાં આરોગ્ય વિભાગનાં દરોડાનો મામલો
હોટલ પ્રાઈડમાંથી અખાદ્ય ખોરાક કરાયો નાશ
12 કિલો ચીકન, આઈસ્ક્રીમ અને ચટણીનો કરાયો નાશ
આરોગ્ય વિભાગે પાઠવી નોટિસ
આઈસ્ક્રીમનાં સ્ટોરેજ સાથે રખાતું હતું ચીકન

You might also like