VIDEO: વડોદરાનાં ઉદ્યોગપતિ અમીત ભટનાગરને ત્યાં CBIનાં દરોડા

વડોદરાઃ શહેરનાં જાણીતા ઉધોગપતિ અમીત ભટનાગરનાં વિવિધ ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડા પાડ્યાં છે. અમીત ભટનાગરે 11 બેંકો પાસેથી રૂ.2650 કરોડની લોન લીધા બાદ ભરપાઈ ન કરતા સીબીઆઈએ આ મામલે વિશેષ કાર્યવાહી કરી છે. વડોદરાનાં જાણીતા ઉધોગપતિ અને રાજય સરકાર સાથે ઘરોબો ધરાવતા અમીત ભટનાગર ડાયમન્ડ પાવર ઈફ્રા પ્રાઈવેટ લિમીટેડ કંપનીનાં માલિક છે.

જેને 11 બેંકો પાસેથી રૂ.2650 કરોડની લોન લીધી હતી. જે છેલ્લાં ઘણાં સમયથી ચુકવણી ન કરતાં બેંકોએ સીબીઆઈને ફરીયાદ કરી હતી. જેનાં આધારે સીબીઆઈની વિવિધ ટીમોએ અમીત ભટનાગરનાં નિવાસસ્થાન, કંપની અને ફાર્મહાઉસ પર એમ એક સાથે દરોડા પાડીને વિશેષ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે અમીત ભટનાગર હંમેશાં વિવાદોનાં કારણે ચર્ચામાં રહ્યાં છે ત્યારે સીબીઆઈની કાર્યવાહી બાદ તેઓ ફરી વખત ચર્ચામાં આવ્યાં છે. અમીત ભટનાગર રાજયનાં ઉર્જાપ્રધાન સૌરભ પટેલ સાથે ઘરોબો ધરાવે છે તેમજ સ્વીચ અને વડફેસ્ટ જેવા મોટા કાર્યક્રમો પણ તેઓ વડોદરામાં સરકાર સાથે મળીને કરી ચુકયાં છે. નિરવ મોદી, વિજય માલ્યા બાદ વડોદરાનાં ઉધોગપતિએ બેંકોનું દેવાળું ફૂંકી દેતા કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.

કોંગ્રેસનાં નેતા નરેન્દ્ર રાવતે અમીત ભટનાગર મામલે ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં હતાં. અમીત ભટનાગર પાસેથી રૂપિયા રીકવર કરવાની માંગ પણ કરી છે. આ એ જ અમિત ભટનાગર છે. જેને વાળા પ્રધાને સ્વચ્છતા માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. અમિત ભટનાગરે 2017માં વડોદરામાં સ્વીચ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં સૌરભ પટેલનાં કારણે રાજ્ય સરકારે તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. જેમાં પણ નાણાંકીય ગેરરીતિ થઇ હોવાનાં આક્ષેપો સામે આવ્યાં હતાં.

કૌભાંડી ઉદ્યોગપતિ…
કોનું કેટલું કરી નાખ્યું?
બેન્ક ઓફ ઈન્ડિયા (BOI): 670 કરોડ
બેન્ક ઓફ બરોડા (BOB): 348 કરોડ
ICICI બેંક: 279 કરોડ
અલ્હાબાદ બેન્ક: 227 કરોડ
AXIS બેંક: 255 કરોડ
દેના બેંક: 177 કરોડ
SBI બેંક: 266 કરોડ
કુલ: રૂ.2654.40 કરોડની લોન

You might also like