VIDEO:વડોદરામાં પ્રચાર કરતા ભાજપનાં કાર્યકરોની અટકાયત

વડોદરાઃ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા કેટલાંક કાર્યકરો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે વડોદરામાં ભાજપનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. આ કાર્યકરો વડોદરાનાં નવીધરતી ગોળવાડમાં હેન્ડીબીલ અને ચોકલેટ વહેંચી રહ્યાં હતાં. ત્યારે ચૂંટણી અધિકારીઓએ કાર્યકરોને ઝડપી પાડયાં છે.

ત્યારે હવે ભાજપ દ્વારા આચાર સંહિતાનો ભંગ કરતા કાર્યકર્તાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભાજપનાં કાર્યકરોની પોલીસે અટકાયત કરતા ભાજપનાં રાવપુરાનાં ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદી પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં.

આ સમય દરમ્યાન તેમણે નિવેદન આપ્યું છે કે,”આ કોઈ આચાર સંહિતાનો ભંગ નથી અને કહ્યું કે અધિકારીઓને કોઈ
સમજણ નથી. કાર્યકરો શાંત રીતે જ પ્રચાર કરી રહ્યાં છે. જેથી કોઈ વાંધો નથી.”

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઇ છે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી તો 9મી ડિસેમ્બરનાં રોજ યોજાઇ ગઇ પરંતુ હવે આવતીકાલ તારીખ 14નાં રોજ બીજા તબક્કાનું મતદાન યોજાવા જઇ રહ્યું છે. ત્યારે તેને અનુલક્ષીને જે પ્રચાર ચાલી રહ્યો હતો તે તારીખ 12 ડિસેમબરનાં રોજ સાંજે 5 વાગ્યા સુધી જ હતું.

જો કે ગઇ કાલે સાંજે પ વાગ્યાથી આચાર સંહિતા લાગુ થઇ હોવાં છતાં પણ વડોદરા ખાતે ભાજપનાં કેટલાંક કાર્યકરો દ્વારા નવીધરતી ગોળવાડમાં હેન્ડીબીલ અને ચોકલેટ વહેંચીને પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. જેથી ચૂંટણી અધિકારીઓએ ભાજપનાં કાર્યકરોને ઝડપી પાડ્યાં છે.

You might also like