વડોદરા આવાસ યોજના કૌભાંડ મામલે મારી પાસે કોઇ રિપોર્ટ આવ્યો નથીઃ CM રૂપાણી

વડોદરાઃ શહેરમાં આવાસ યોજનામાં કથિત કૌભાંડ મામલે હજુ સુધી મુખ્યમંત્રી સુધી કોઇ પણ પ્રકારનો રિપોર્ટ પહોંચ્યો નથી. આ રિપોર્ટ મુદ્દે CM વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે,”મારી પાસે હજુ સુધી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ આવ્યો નથી.”

છેલ્લાં 25 દિવસથી આ મામલે તપાસ સોંપવામાં આવી છે. પુનમચંદ પરમારને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાત દિવસની અંદર આ મામલે રિપોર્ટ સોંપવાનો સરકારે આદેશ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશ્નર અને ધારાસભ્ય યોગેશ પટેલ સામસામે આવી ગયાં હતાં.

વડોદરામાં આવાસ યોજનામાં કથિત કૌભાંડ મામલો
હજુ સુધી મુખ્યમંત્રી સુધી નથી પહોંચ્યો રિપોર્ટ
રિપોર્ટ મુદ્દે CM રૂપાણીનું નિવેદન
મારી પાસે હજુ સુધી કોઈ રિપોર્ટ નથી આવ્યોઃ રૂપાણી
આ મામલે છેલ્લાં 25 દિવસથી સોંપાઈ છે તપાસ
પુનમચંદ પરમારને સમગ્ર મામલાની સોંપાઈ છે તપાસ
સાત દિવસમાં રિપોર્ટ સોંપવાનો સરકારે કર્યો હતો આદેશ
મ્યુ.કમિશ્નર અને MLA યોગેશ પટેલ આવી ગયાં હતા સામસામે

You might also like