વડોદરામાં મગર સાથે યુવાનોએ કર્યું ક્રૂરતાભર્યું વર્તન, VIDEO વાયરલ

વડોદરાઃ આજ કાલ જોખમી સેલ્ફીની ઘેલછા લોકોમાં સતત વધતી જઈ રહી છે. ત્યારે લોકો જીવને જોખમમાં મુકતા જરા પણ અચકાતા નથી. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં પાણીગેટ વિસ્તારમાં ચઢી આવેલા એક મગરનાં બચ્ચાનું સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું.

જે બાદ તેનાં મોઢાં પર સેલોટેપ બાંધીને તેની સાથે કેટલાંક યુવકો જોખમી સેલ્ફી લેતાં નજરે જોવાં મળ્યાં હતાં. તે યુવકો મગરને પોતાના ખભા પર ઉંચકીને જીવનાં જોખમે સેલ્ફી પડાવી રહ્યાં હતાં. તેની સાથે તે યુવકો જીવની રમત કરી રહ્યાં હતાં. જેને લઈને ભારે વિવાદ પણ ઉભો થયો છે. જો કે આ સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મગરને પોતાના કબ્જે લઈ લીધો હતો.

મહત્વનું છે કે સમગ્ર ઘટનાની વિગત એવી છે કે વડોદરા શહેરનાં પાણીગેટ વિસ્તારમાં જફરશાના ટેકરા, રાજા-રાણી તળાવ પાસે બુધવારે રાત્રે અચાનક જ એક 4 ફૂટનો મગર આવી ચઢ્યો હતો. જો કે આ મગર નીકળી આવતાં અચાનક જ લોકોનાં ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં.

ત્યાંનાં સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ટીમ, વન વિભાગ કે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને જાણ કરવાને બદલે તેઓએ જાતે જ મગરને પકડી લીધો હતો. મગર પકડાયાં બાદ તે યુવાનોએ જાણે કે મગર રમકડું હોય તેવી રીતે તેની સાથે ક્રૂરતા ભર્યું વર્તન કર્યું. પહેલાં તો મગરનાં મોઢાંને કપડાંની દોરીથી બાંધી દીધું હતું અને બાદમાં મગરનાં મોઢે સેલોટેપ મારી દીધી હતી. બાદમાં મગર સાથે કરેલાં આ કૃત્યનો તેઓએ વિડીયો ઉતાર્યો હતો.

Dhruv Brahmbhatt

Recent Posts

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

3 mins ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

31 mins ago

પંજાબમાં ઘૂસ્યાં જૈશ-એ-મોહમ્મદનાં 7 આતંકીઓ, હાઇ એલર્ટ જારી

ગન પોઇન્ટ પર ઇનોવા કારની લૂંટ બાદ ખુફિયા એજન્સીએ જૈશ-એ-મોહમ્મદનાં સાત આતંકીઓની પંજાબમાં ઘૂસવાની સંભાવના દર્શાવી છે. કાઉન્ટર ઇન્ટેલીજન્સનાં આઇજીએ…

1 hour ago

વિનય શાહની અન્ય ઓડિયો ક્લિપ વાઇરલ, “90 લાખ રૂપિયા જે.કે. ભટ્ટને આપ્યાં છે, એને નહીં છોડું”

અમદાવાદઃ એકનાં ડબલ કરી આપવાની લાલચ આપીને 260 કરોડની છેતરપિંડી કરનાર વિનય શાહ અને સુરેન્દ્ર રાજપૂતની વધુ એક ઓડિયો ક્લિપ…

1 hour ago

આજે ફૂટબોલર રુની ઈંગ્લેન્ડ તરફથી રમશે ‘વિદાય’ મેચ

લંડનઃ ઈંગ્લેન્ડની ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વેઇન રુની આજે અમેરિકા સામે ફ્રેન્ડલી મેચમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં વાપસી કરશે, જોકે તે રાષ્ટ્રીય…

2 hours ago

IPL-2019: ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ ખેલાડીઓને કર્યા રિલીઝ

ચેન્નઈઃ ગત આઇપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગઈ કાલે જાહેરાત કરી છે કે આઇપીએલની ૨૦૧૯ની સિઝન માટે ૨૨ ખેલાડીઓને…

2 hours ago