VIDEO: વડોદરામાં ખાનગી બસના ડ્રાઇવર-કંડક્ટરે 2 સુપરવાઇઝરનું કર્યું અપહરણ

વડોદરાઃ રોડનું કામ કરતા 2 સુપરવાઈઝરનાં અપહરણ થવાની એક ઘટના સામે આવી છે. ખાનગી બસનાં ડ્રાઈવર અને કંડક્ટરે ડભોઈ-ટીલકવાળા રોડ પરથી 2 સુપરવાઈઝરનું અપહરણ કર્યું છે.

મહત્વનું એ છે કે ડભોઈ અને ટીલકવાળા રોડ પર રોલર અને બસ અથડાતા ભારે બોલચાલી થઈ હતી. ત્યાર બાદ ડ્રાઈવર અને કંડક્ટરે 2 સુપરવાઈઝરનું અપહરણ કર્યું છે.

જો કે આ મામલે મુસાફરો પર પણ સુપરવાઈઝરને માર માર્યાનો આક્ષેપ કરાયો છે. ત્યારે ડ્રાઈવર અને કંડક્ટર સહિત 40 લોકો સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે આ મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદ લઈ જતા સમયે ટોલનાકા પાસેથી આ શખ્સો ઝડપાયા હતાં. ત્યારે હવે ઝડપાયેલા શખ્સોને તિલકવાળા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યાં છે. હવે ઝડપાયેલા શખ્સોએ પણ તિલકવાળા પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી છે.

You might also like