VIDEO: જિજ્ઞેશ મેવાણીએ ગેરકાયદેસર દારૂનાં અડ્ડાને લઈ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

અમદાવાદ: વડગામનાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગેરકાયદેસર ચાલતા દારૂનાં અડ્ડાઓને લઇ તેનો વિરોધ કરતા અમદાવાદનાં ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ઘેરાવો કર્યો હતો અને ત્યાં આ અંગે ભારે હોબાળો પણ મચાવ્યો હતો.

જીજ્ઞેશ મેવાણી સાથે ઘણી મોટી સંખ્યામાં તેનાં સમર્થકોએ ગોમતીપુર પોલીસ સ્ટેશનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. અંદાજે 300 જેટલાં સ્થાનીક લોકોનાં ટોળાં સાથે જિજ્ઞેશ મેવાણીએ ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે એવી ચીમકી આપી હતી કે જો 24 કલાકમાં દારૂનાં અડ્ડા બંધ નહીં કરવામાં આવે તો અહીં આખી રાત બેસીને ધરણાં ધરવામાં આવશે.

આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે જો પોલીસ દારૂનાં અડ્ડા બંધ કરશે તો જ અમે અહીંથી જઇશું. આથી પોલીસ આ મામલે જલ્દી કાર્યવાહી કરે અને 24 કલાકમાં તમામ ગેરકાયદેસર રીતે ચાલતા દારૂનાં અડ્ડા બંધ કરાવે. સ્થાનિક લોકો દ્વારા એમ જાણવા મળ્યું છે કે આ મામલે અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં આ મામલે કોઇ જ કાર્યવાહી કરવામાં નથી આવી.

જો કે આ ઘટનાને લઇ ACP, JCP સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની પણ અહીં ઘટનાસ્થળે અચૂકપણે હાજર થઇ ગયાં હતાં. તેમજ જીજ્ઞેશ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ સ્ટેશનની અંદર ચાલ્યા ગયાં હતાં અને આ મામલે પોલીસ અધિકારીઓ સાથે જીજ્ઞેશે વાતચીત પણ કરી હતી.

આ મામલે JCPએ વળતો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે,”જીજ્ઞેશ મેવાણીએ લોકોને આ મામલે રજૂઆત પણ કરી હતી. અમે કાર્યવાહી કરવા હૈયાધારણા આપી છે. આ મામલે પોલીસ કાર્યવાહી જરૂરથી કરશે. આવતી કાલે સવારે જરૂરથી રેડ પાડવામાં આવશે. અધિકારીઓને રેડ પાડવાનો આદેશ કરવામાં આવ્યો છે.”

 

You might also like