Categories: Gujarat

શાકભાજીના ભાવ તળિયે છતાં ઉત્તરાયણમાં તૈયાર ઊંધિયું મોંઘું પડશે

અમદાવાદ: ઉત્તરાયણ પર્વની આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સ્વાદ રસિયા અમદાવાદીઓ ઉત્તરાયણમાં ઊંધિયું-જલેબી ખાવાની મોજ માણશે. શાકભાજીના ભાવ ગગડી જતાં ગૃહિણીઓ માટે ઊંધિયું બનાવવું પ૦ ટકા સસ્તું પડશે. જ્યારે તૈયાર ઊંધિયું ખરીદીને ખાનારા સ્વાદ રસિયાઓને કિલો દીઠ રૂ.ર૦થી ૩૦ વધુ ચૂકવવા પડશે. ગત વર્ષે રૂ.ર૪૦ પ્રતિ કિલો વેચાતું ઊંધિયું આ વર્ષે પ્રતિ કિલો રૂ.ર૬૦થી ર૮૦માં વેચાશે. જે ગૃહિણીઓને રૂ.૧પ૦ જેટલી કિંમતે પડશે.

ચાલુ વર્ષે શાકભાજીના ભાવ ભલે ઘટયા હોય છતાં દુકાનોમાં વેચાતા ઊંધિયુંનો ભાવ ગત વર્ષની સરખામણીએ વધ્યો છે. મજૂરી, સિંગતેલ સહિતના ખર્ચને કારણે ભાવ ગત વર્ષની સરખામણીએ નજીવા વધારા સાથેનો હોવાનો મત દુકાનદારો આપી રહ્યા છે. જોકે કેટલાક નાના વેપારીઓ ઊંધિયું રૂ.૧૮૦થી ર૦૦ જેટલી કિંમતે વેચાણના ઓર્ડર બુક કરી રહ્યા છે.

જોકે આ વર્ષે નોટબંધીએ પતંગ બજારનો પેચ કાપ્યો છે. ગત વર્ષના પ્રમાણમાં ઉત્તરાયણ નજીક હોવા છતાં પ૦થી ૬૦ ટકા માલ વેપારીઓ પાસે વેચાણ વગર પડી રહ્યો છે. પતંગ ઉદ્યોગ માટે જાણીતા ખંભાતના વેપારી મનુ ચૂનારાએ કહ્યું હતું કે, “ગત વર્ષે અમારી પાસે જે બિઝનેસ હતો તે માંડ આ વર્ષે ૪૦ ટકા થયો છે. રાજ્યભરના વેપારીઓ ખંભાતમાં પતંગની ખરીદી કરવા આવતા હોય છે. ખંભાતમાં દર વર્ષે ર.પ૦ લાખ પતંગ બને છે. જે આ વર્ષે માત્ર એક લાખ બનાવાયા છે.”

બજારમાં ઊંધિયાનો ભાવ જુદો જુદો હશે. સાદું ઊંધિયું રૂ.ર૬૦થી ૩૦૦ પ્રતિ કિલો, સ્પેશિયલ ઊંધિયું રૂ.ર૬૦થી ૩૬૦ પ્રતિ કિલો, સાદી જલેબી રૂ.૧૮૦થી ર૮૦ પ્રતિ કિલો, શુદ્ધ ઘીની જલેબી રૂ.૩૮૦થી ૪પ૦ પ્રતિ કિલો છે. સ્પેશિયલ ઊંધિયામાં ડ્રાયફ્રૂટ ઉમેરાય છે.

તલ, સિંગ અને મમરાની ચિકીમાં પણ ગત વર્ષની તુલનાએ ૧૦ ટકાનો ભાવ વધારો નોંધાયો છે. રૂ.૧પ૦માં મળતી ચિકીનો ભાવ રૂ.૧૭પથી ૧૮૦ કિલો દીઠ છે, પરંતુ ઉત્તરાયણમાં ખવાતાં બોર સસ્તા થયાં છે. બોરનો ભાવ રૂ.પ૦થી ઘટીને રૂ.૩૦ પ્રતિ કિલો થઇ ગયા છે.

ઊંધિયાના ભાવવધારા અંગે વેપારી મિનેશ દૂધિયાએ જણાવ્યું હતું કે, “આ વર્ષે લેબરના ભાવ વધી ગયા છે. કારીગરો મળતા નથી તેમજ મજૂરી મોંઘી હોવાના કારણે ગત વર્ષની તુલનાએ નજીવો ભાવ વધારો થયો છે.”
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

એશિયા કપઃ પાકિસ્તાન સામે ભારતનો ભવ્ય વિજય, 8 વિકેટે આપ્યો પરાજય

દુબઇઃ એશિયા કપમાં આજે ટીમ ઇન્ડીયા અને પાકિસ્તાન વચ્ચે પાંચમી એવી ભવ્ય મેચનો દુબઇમાં મુકાબલો થયો. જેમાં પાકિસ્તાનની ટીમે 43…

12 hours ago

જિજ્ઞેશ મેવાણીનો બેવડો ચહેરો, કહ્યું,”ધારાસભ્યોની સાથે મારો પણ પગાર વધ્યો, સારી વાત છે”

અમદાવાદઃ ધારાસભ્યોનાં પગાર વધારા મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વિશેષ પ્રતિક્રિયા આપી છે. જીજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

13 hours ago

વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલે કહ્યું,”કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નિયમ વિરૂદ્ધ”

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનાં સભ્યોએ આજે ફરી વાર હોબાળો કર્યો હતો. ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરીને હોબાળો કર્યો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યો…

14 hours ago

સુરતઃ 3 વર્ષની માસૂમ બાળકીનું બિસ્કિટ અપાવવા બહાને કરાયું અપહરણ

સુરતઃ આપણી નજર સમક્ષ અવારનવાર નાની બાળકીઓ પર દુષ્કર્મ અને અપહરણ થયા હોવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો…

15 hours ago

નવાઝ પુત્રી-જમાઇ સહિત થશે જેલમુક્ત, ઇસ્લામાબાદ HCનો સજા પર પ્રતિબંધ

ઇસ્લામાબાદ હાઇકોર્ટે પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે.નવાઝની દીકરી મરિયમ નવાઝ અને જમાઇ મોહમ્મદ સફદરની…

16 hours ago

રાજકોટઃ વાસફોડ સમાજે ઉચ્ચારી આત્મવિલોપનની ચીમકી, તંત્ર એલર્ટ

રાજકોટઃ શહેરમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટની અધિકારીઓ દ્વારા માપણી ન કરવામાં આવતા વાસફોડ સમાજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જો…

17 hours ago