Categories: India

ઉત્તરાખંડઃ કોંગ્રેસે કર્યો જીતનો દાવો, સુપ્રીમ જાહેર કરશે રિઝલ્ટ

ઉત્તરાખંડઃ ઉત્તરાખંડમાં વિધાનસભામાં બહુમતિ સાબિત કરવા માટે શક્તિ પરીક્ષણ પૂરૂ થઇ ગયું છે. વિધાનસભમાં કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઇ હતી અને 12 વાગે શક્તિ પરીક્ષણ પૂર્ણ થયું હતું. જેનું રિઝલ્ટ સુપ્રીમ કોર્ટ બુધવારે જાહેર કરશે. ત્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે હરીશ રાવતે બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. કોંગ્રેસ નેતાઓનો દાવો છે કે તેમણે 33 સીટો પર બહુમતી પ્રાપ્ત કરી લીધી છે.

FLASH: Floor test proceedings conclude in Uttarakhand Assembly

આજે ઉત્તરાખંડમાં હરીશ રાવતે મહત્વની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે શક્તિ પ્રદર્શનમાં હરીશ રાવતે 33 સિટોથી બહુમતી પ્રાપ્ત કરી છે. ત્યારે ઉત્તરાખંડમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે. હરીશ રાવતના સમર્થનમાં શક્તિ પ્રદર્શન પહેલાં જ  BSPના બે ધારાસભ્યો   જોડાયા હતા . ત્યારે કોંગ્રેસના ભાગે 34 અને ભાજપના ફાળે 28 સિટો આવતા કોંગ્રેસે ફરી બહુમતી પ્રાપ્ત કરીને ઉત્તરાખંડ પર સત્તા પ્રાપ્ત કરી લીધી છે. ઉત્તરાખંડમાં વિધાનસભાનીકુલ 71 સિટો છે. જેમાં 9 બળવાખોર ધારાસભ્યો મતદાન કરી શક્યતા ન હતા. ત્યારે રાવત માટે બહુમત પ્રાપ્ત કરવી મુશ્કેલ હતી.  ઉલ્લેખનિય છે કે માર્ચ મહિનાના અંતથી ઉત્તરાખંડમાં રાજકિય સંકટ શરૂ થયો હતો. ત્યાર બાદ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું હતું.

તો આ તરફ શક્તિ પરિક્ષણ પછી બીજેપીના ગણેશ જોશીએ જણાવ્યું છે કે બીજેપી સૈદ્ધાંતિક રીતે વિજયી રહી છે. જ્યારે કોંગ્રેસે પૈસાનો ઉપયોગ કરીને અમને આંકડાની રમતમાં પછડ્યા છે.

હરીશ રાવતનું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યા બાદ ભાજપના એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળીને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માંગ કરી હતી.

સ્ટિંગ ઓપરેશનમાં હરીશને સદનમાં વિશ્વાસમત રજૂ કરતાં પહેલાં બાગી ધારાસભ્યોનું સમર્થન મેળવવા માટે તેમની સાથે સોદેબાજી કરતાં જોવા મળ્યા હતા.વિધાનસભા સ્પીકરે નવ બાગી કોંગ્રેસ ધારાસભ્યોને અયોગ્ય ગણાવ્યા છે. ત્યારબાદ વિધાનસભાનું અંકગણિત બદલાઇ ગયું હતું.

સ્પીકર ગોવિંદ સિંહ કુંજવાલે કોંગ્રેસના તે નવ ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના નિર્ણયથી 70 સભ્યોવાળી વિધાનસભામાં સભ્યોની સંખ્યા 61 બચી હતી. આ નવ ધારાસભ્યોએ રાવત વિરૂદ્ધ બગાવત કરી અને ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો.

દહેરાદૂનમાં સુપ્રિમ કોર્ટના નિર્દેશન પ્રમાણે ફ્લોટ ટેસ્ટ માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. શક્તિ પરીક્ષણ માટે રાજધાની દહેરાદૂનમાં ઘારા 144 લાગૂ કરવામાં આવી હતી. જ્યારે વિધાનસભાની આસપાસના વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

મંગળવારનું વિધાનસભા સત્ર વિશેશ રીતે યાદગાર રહ્યું હતું ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે જ્યારે વિધાનસભા અધ્યક્ષથી લઇને તમામ વિધાયક  અને વિધાનસભા કર્મચારીઓ પગપાળા વિધાનસભા પહોંચ્યા હતા.

 

 

Navin Sharma

Recent Posts

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

7 mins ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

53 mins ago

ફિટનેસ અંગે પરિણીતિએ કહ્યું,”ખાણી-પીણીમાં રાખવું પડે છે ખૂબ ધ્યાન”

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની 'નમસ્તે…

1 hour ago

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ…

2 hours ago

મહિલા T-૨૦ વર્લ્ડકપઃ લેસ્બિયન કપલે ટીમને અપાવી એક તરફી જીત

ગયાનાઃ વિન્ડીઝમાં રમાઈ રહેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપમાં એક એવી ઘટના બની, જેણે ઇતિહાસ રચી દીધો. આઇસીસી ટૂર્નામેન્ટમાં એવું પહેલી વાર…

2 hours ago

વિન્ડીઝ સામેની 3 T-૨૦માં ઇન્ડીયાનાં ૪૮૭ રન, અડધાથી પણ વધુ ૨૫૯ રન રોહિત-શિખરનાં

વિન્ડીઝ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ભારતે ૩-૦થી વિજય મેળવ્યો. શ્રેણીમાં ભારતે બે વાર, જ્યારે વિન્ડીઝે એક વાર ૧૮૦થી વધુનો…

2 hours ago