UPનાં ઉન્નાવમાં એક મહિલા સાથે ધોળા દિવસે કરાયો દુષ્કર્મનો પ્રયાસ, જુઓ આ VIDEO

ઉત્તરપ્રદેશઃ મહિલા સુરક્ષિત હોવાનાં દાવાઓ ફરી એક વાર પોકળ સાબિત થયાં છે. ભલે યૂપીની યોગી સરકાર એવો દાવો કરતાં હોય પરંતુ અહીં પરિસ્થિતિ કંઈક સાવ અલગ જ છે. ઉત્તરપ્રદેશમાં ગુનેગારોને પોલીસનો ડર જ નથી રહ્યો.

ત્યારે ઉત્તર પ્રદેશનાં ગંગાઘાટનો તાજેતરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ત્રણ યુવકો એક મહિલા સાથે જબરજસ્તી કરી રહ્યાં છે. મહિલા સાથે દુષ્કર્મનાં પ્રયાસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ ત્રણેય નરાધમો આ મહિલા સાથે બળજબરી કરી રહ્યાં છે. આ ત્રણેય નરાધમોએ આ મહિલાનું તેનાં ઘરેથી અપહરણ કર્યું હતું અને બાદમાં તેઓને જંગલમાં લઈ ગયાં હતાં. આ આરોપીઓ મહિલાને ઢસડીને જંગલમાં લઈ જાય છે અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ સાથે જ બેશર્મ આરોપીઓએ દુષ્કર્મનાં આ પ્રયાસનો પોતે જ વીડિયો બનાવ્યો હતો. જો કે આ વીડિયો વાયરલ થતાં આસપાસનાં વિસ્તારમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઇ છે અને આસપાસની મહિલાઓ પણ પોતાની જાતને હવે અસુરક્ષિત અનુભવી રહી છે. જો કે હાલ ગંગાઘાટ પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ પણ વિશેષ ધોરણે હાથ ધરી છે.

મહત્વનું છે કે ધોળાં દિવસે બનતી આવી ઘટનાઓ સામે ઉત્તરપ્રદેશ સરકાર શું પગલાં લઈ રહી છે તે પણ એક મોટો પ્રશ્ન છે. આખરે આવી ઘટનાઓને રોકવા માટે બનાવેલી યૂપી સરકારની એન્ટી રોમિયો સ્કવૉર્ડ ક્યાં છે.

You might also like