PM મોદીના મેગા શો નો બીજો દિવસ, આજે પણ કરશે રોડ શો

વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કાશીમાં મેગા રોડ શો કર્યો. 7 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન કાફલો કાશીના ઘણા વિસ્તારોમાંથી પસાર થઇને વિશ્વનાથ મંદિર પહોંચ્યા. રોડ શો દરમિયાન પીએમ મોદીએ ફરી એક વખત બધાને ચોંકાવી દીધા હતા. એમનો કાફલો કાશીના મુસ્લિમ બહુમત વિસ્તારમાંથી નિકળ્યો હતો.

નરેન્દ્ર મોદીના મેગા શો નો આજે બીજો દિવસ છે. પીએમ આજે પણ રોડ શો કરશે. પહેલા તબક્કાની શરૂઆતમાં બપોરે 3 વાગ્યે પોલીસ લાઇનથી થશે. એના પાંડેય પુર વિસ્તાર, હુકુલગંજ, ચોકાઘાટ, તેલિયાબાગ, પટેલ ધર્મશાળા, સિંહ મેડિકલ વિસ્તાર અને સરદાર પટેલ વિસ્તાર થઇને સાંજે સાડા પાંચ વાગ્યે કાફલો કાશી વિદ્યાપીઠના રમતના મેદાનમાં પહોંચ્યો હતો. અહીંયા નરેન્દ્ર મોદી એક જનસભાનું સંબોધન કરશે.

આ પહેલા શનિવારે એમણે કહ્યું હતું કે એ પ્રધાનમંત્રી અને સાંસદ હોવાની સાથે ભાજપાના કાર્યકર્તા છે. એટલા માટે કામ કરવાની ટેવ પહેલાથી રાખવી જોઇએ. આખા દિવસભર જોરદાર શક્તિપ્રદર્શન બાદ નરેન્દ્ર મોદીએ સાંજે એક જનસભાને સંબોધિત કરી હતી. વીજળીના લટકતાં તાર અને એની આપૂર્તિને લઇને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા અને 24 કલાક વીજળી આપવાનો વાયદો કર્યો.

 

You might also like