ઉ. પ્રદેશના ગોરખપુુર-ફૂલપુરમાં ભાજપ, બિહારના અરરિયામાં રાજદ આગળ

લખનૌ, બુધવાર
ઉત્તર પ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભાની બેઠક પર તાજેતરમાં યોજાયેલ પેટાચૂંટણીના મતની ગણતરી શરૂ થઇ ગઇ છે. એ જ રીતે બિહારમાં અરરિયા લોકસભા અને જહાનાબાદ તેમજ ભભુઆ વિધાનસભાની બેઠક માટે પણ મતગણતરી શરૂ થઇ ગઇ છે.

લોકસભાની પેટાચૂંટણી માટેની મતગણતરીમાં પ્રારંભિક પ્રવાહ અનુસાર ગોરખપુર અને ફૂલપુરમાં ભાજપ આગળ છે, જ્યારે બિહારમાં અરરિયા લોકસભાની બેઠક પર ભાજપ અને રાજદ વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. આ ઉપરાંત જહાનાબાદ તેમજ ભભુઆ વિધાનસભાની બેઠક માટેની મતગણતરીમાં જહાનાબાદની બેઠક પર રાજદ અને ભભુઆની બેઠક પર ભાજપ આગળ છે.

ગોરખપુર અને ફૂલપુર લોકસભાની બેઠક પર સૌ પહેલાં બેલેેટ વોટની ગણતરી શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ ઇવીએમના વોટની ગણતરી શરૂ થઇ હતી. બંને બેઠક પર યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બુઆ અને બબુઆ પર ભારે પડી રહ્યા છે. ગોરખપુર લોકસભાની બેઠક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના રાજીનામાના કારણે ખાલી પડી હતી. જ્યારે અલ્હાબાદની ફૂલપુર બેઠક પર નાયબ મુખ્યપ્રધાન કેશવપ્રસાદ મૌર્યના રાજીનામાના કારણે ખાલી પડી હતી. આ બંને બેઠક પર ૧૧ માર્ચે પેટાચૂંટણી યોજાઇ હતી.

ગોરખપુરમાં ૪૩ ટકા અને ફૂલપુરમાં ૩૭.૩૯ ટકા મતદાન થયું હતું. ગોરખપુરમાં ભાજપની ટિકિટ પર ઉપેન્દ્રદત્ત શુકલને ઊભા રાખવામાં આવ્યા હતા, જ્યારે સપાના ઉમેદવાર તરીકે પ્રવીણ નિશાદ, કોંગ્રેસના સુરહિતા કરીમ ઊભા રહ્યા હતા. બસપાએ સપાના ઉમેદવારને સમર્થન આપીને પોતાનાે ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો, જ્યારે ફૂલપુરમાં ભાજપના ઉમેદવાર તરીકે વારાણસીના મેયર રહી ચૂકેલા કૌશલેન્દ્રસિંહ પટેલ હતા.

સપાના ઉમેદવાર તરીકે નાગેન્દ્ર સી. પટેલ અને કોંગ્રેસના મનીષ મિશ્રા ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે બસપાએ સપાના ઉમેદવારને સમર્થન આપીને પોતાનાે ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો.

બિહારની અરરિયાની લોકસભાની બેઠક રાજદના સાંસદ તસ્લીમુદ્દીનના અવસાનના કારણે ખાલી પડી હતી. આ બેઠક પર રાજદે સરફરાઝ આલમને, ભાજપે પ્રદીપકુમારસિંહને ઊભા રાખ્યા હતા. જદ(યુ)એ આ બેઠક માટે છોડીને આ પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો.

બીજી બાજુુ જહાનાબાદ અને ભભુઆના વર્તમાન ધારાસભ્યોના અવસાનના કારણે ખાલી પડેલી બેઠક પર દિવંગત ધારાસભ્ય મું‌િદ્રકા યાદવના પુત્ર કૃષ્ણ મોહનને રાજદએ ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે બબુઆની બેઠક પર દિવંગત ધારાસભ્ય આનંદભૂષણ પાંડેનાં પત્ની ‌િરન્કી રાનીને મેદાનમાં ઉતાર્યાં હતાં. જહાનાબાદમાં જદ(યુ)એ અભીરામ શર્માને ઊભા રાખ્યા હતા.

You might also like