Categories: India

ઉસેન બોલ્ટ ‌બીફ ખાઇને નવ ગોલ્ડ મેડલ જીત્યોઃ ‌ઉદિત રાજ

નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ અને પક્ષના સૌથી મોટા દલિત ચહેરા ઉદિત રાજે ઓલિમ્પિકમાં નવ ગોલ્ડમેડલ જીતનાર જમૈકાના દોડવીર ઉસેન બોલ્ટ અંગે એક નિવેદન કરીને વિવાદનો મધપૂડો છંછેડયો છે. ઉદિત રાજે ટ્વિટ કર્યું છે કે ઉસેન બોલ્ટ બીફ ખાઇને નવ ગોલ્ડ મેડલ જીત્યો છે.
ઉદિત રાજે જણાવ્યું છે કે બોલ્ટ ગરીબ હતો અને તેના ટ્રેનરે તેને બે વખત બીફ ખાવાની સલાહ આપી હતી અને બીફ ખાઇને તેને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. બીફ ખાનારા ભારતીયોનું સમર્થન કરતાં ઉદિત રાજે જણાવ્યું છે કે ભાજપે કયારેય એવું કહ્યું નથી કે કોઇ ચીજવસ્તુ ખાવી ન જોઇએ.

ઉદિત રાજના આ નિવેદનની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતાં કોંગ્રેસ નેતા ટોમ વડક્કને ઉદિત રાજને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે ભાજપે ખાનપાનની આદતોને લઇને લોકોમાં ભાગલા પડાવવાની કોશિશ કરવી જોઇએ નહીં. તેમણે પૂછયું હતું કે ઉદિત રાજને કેવી રીતે ખબર પડી કે ઉસેન બોલ્ટ બીફ ખાય છે? શું ઉદિત રાજ ઉસેન બોલ્ટના રસોઈયા હતા? તેમણે એવું પણ જણાવ્યું છે કે ઉદિત રાજે ઉત્તરપ્રદેશની ચૂંટણી પૂર્વે આવું નિવેદન કર્યું એ બતાવે છે કે તેમની નજર દલિતના મતો પર છે.

શરદ પવારના પક્ષ એનસીપીએ પણ આ નિવેદન બદલ ઉદિત રાજની ટીકા કરી હતી. એનસીપીના નેતા માજિદ મેમણે જણાવ્યું હતું કે ‌ઉદિત રાજે એવું કોઇ નિવેદન કરવું જોઇતું નહોતું કારણ કે કોઇ પણ ખેલાડી માત્ર બીફ ખાવાથી નવ ગોલ્ડ મેડલ જીતી શકતો નથી. તેમણે જણાવ્યું હતું કે આપણો દેશ રિયો ઓલિ‌મ્પિક એક પણ ગોલ્ડ મેડલ લાવી શકયો નથી.

Navin Sharma

Recent Posts

પરિમલ ગાર્ડન બહાર આડેધડ પાર્કિંગ કરનાર મોર્નિંગ વોર્ક્સને ચેતવણી

અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્ક કરેલાં વાહનો પર પોલીસે કરેલા મેગા ઓપરેશન બાદ પણ વાહનચાલકોમાં વાહન પાર્કિંગના મામલે જોઇએ એવી શિસ્ત…

16 mins ago

પહેલાં કન્ટેનર કચરાથી ઊભરાતાં હતાં, હવે રસ્તા તો નહીં ઊભરાય ને?

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ પાડીને લઈ જવાના બદલે ડોર ટુ ડમ્પની કચરાની ગાડી એકસાથે જ…

20 mins ago

SEBIના મૂડીબજાર અંગે મહત્વપૂર્ણ નિર્ણયઃ IPOનું લિસ્ટિંગ ત્રણ દિવસમાં

મુંબઇ: બજારમાં ફંડ મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા મૂડીબજાર નિયામક સેબીએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. મંગળવારે યોજાયેલી સેબીની બોર્ડ બેઠકમાં…

32 mins ago

મર્જરઃ નવી બેન્ક એપ્રિલ-2019થી શરૂ થશે

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય બાદ બનનારી નવી બેન્ક આગામી…

36 mins ago

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે

નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃ‌િત્ત…

2 hours ago

‘પે એન્ડ પાર્ક’નું કોકડું ગૂંચવાયું કોન્ટ્રાક્ટરોને કોઈ રસ જ નથી

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટ્રાફિક નિયમનના હેતુથી હાઈકોર્ટના આદેશના પગલે એક પછી એક પગલાં લેવાઈ રહ્યાં છે, જેમાં ઓગસ્ટ…

2 hours ago